SBI FD: જો તમે તમારા પૈસા SBIની FD એટલે કે ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરવા ઈચ્છતા હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે. જાહેર સેક્ટરની અગ્રણી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ રૂપિયા 3 કરોડ અને તેનાથી વધારે રકમની બલ્ક ટર્મ ડિપોઝીટ પર કેટલીક અવધિ માટે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.
બેંક દ્વારા નવા વ્યાજ દરોને 15મી ઓગસ્ટ 2026 એટલે કે ગયા સપ્તાહથી જ લાગુ કરવામાં આવ્યા છે. દરેક અવધીની FD પર વ્યાજ ઓછા કરવામાં આવ્યા નથી. કેટલાક લાંબા ગાળાની અવધિ મોટી FD પર વ્યાજ દર અગાઉની તુલના રાખવામાં આવે છે.
SBI એ રૂપિયા 3 કરોડ અથવા તેનાથી વધારે FD પર 7 દિવસથી 179 દિવસની અવધિ માટે વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. તેનો અર્થ એવો થાય છે કે આ અવધિમાં નવા FD કરનારા ગ્રાહકોને અગાઉની તુલનામાં ઓછું વ્યાજ મળશે. નાની અવધિમાં મોટી રકમ જમા કરનાર ગ્રાહકો માટે આ ફેરફાર અત્યંત મહત્વનો છે. માટે FD કરતા પહેલા નવા દર તપાસવા જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બેંકે 180 દિવસથી 210 દિવસની અવધિ ધરાવતી ફિક્સ્ડ ડિપોઝીટ પર પણ વ્યાજ દર ઘટે છે. આ અવધિ માટે વ્યાજમાં 10 બેસિસ પોઇન્ટ એટલે કે 0.10 ટકા ઘટાડો થયો છે. જોકે, રાહતની વાત એ છે કે 211 દિવસથી લઈ 10 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝીટનું વ્યાદ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. એટલે કે આ અવધિની જમા રકમ પર અગાઉ વ્યાજ દર લાગુ રહેશે.
