Bank FD Rate:વધતી મોંઘવારી વચ્ચે ખાનગી અને સરકારી સેક્ટરની બેન્કો તેમના થાપણ દરોમાં વધારો કરી રહી છે. આ દરમિયાન ઇન્ડિયન ઓવર્સિસ બેંક-IOB દ્વારા 444 દિવસની ટર્મ ડિપોઝીટ પરના વ્યાજ દરોમાં 15 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. નવા દરો ગયા સપ્તાહથી જ એટલે કે 10 નવેમ્બરથી લાગુ થઈ ગયેલા છે. હવે નોન-કોલેબલ ડિપોઝીટ પર હવે 6.85 ટકા વ્યાજ મળશે, જ્યારે કોલેબલ અને NRE(નોન-રેસિડેન્ટ એક્સટર્નલ) ડિપોઝીટ માટે દરોમાં ફેરફાર કરીને 6.75 ટકા કરવામાં આવ્યા છે.
ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજ દરોમાં 10 નવેમ્બરથી 15 બેસિસ પોઇન્ટ (bps) વધારો થયો છે. જેને લીધે બેન્કની 444 દિવસની ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજ દર વધીને 6.85 ટકા પહોંચી ગયા છે. અલબત બેન્ક ડિપોઝીટની ઈલ્ડ એટલે કે વાર્ષિક ઊપજ સરેરાશ ધોરણે 6.95 ટકા આસપાસ થાય છે.નોન-કોલેબલ ફિક્સ્ડ ડિપોઝીટ એક એવી ડિપોઝીટ છે કે જેમાં પાકતી મુદત અગાઉ આ થાપણોને બંધ કરાવી શકાતી નથી. એટલે કે ચોક્કસ સમયગાળા માટે રોકાણકારોના પૈસા લોક રહેતા હોય છે.
બેન્ક દ્વારા તેના રૂપિયા ત્રણ કરોડની થાપણ પર 444 દિવસ માટે નોન-રેસિડેન્ટ એક્સટર્નલ ટર્મમાં વ્યાજ દરો 6.60 ટકાથી વધારીને 6.75 ટકા કર્યાં છે.
| ડિપોઝીટ કેટેગરી | જૂના વ્યાજ દર | નવા વ્યાજ દરો |
| કોલેબલ ટર્મ ડિપોઝીટ (રૂપિયા 3 કરોડથી ઓછી રકમ) | 6.60% | 6.75% |
| નોન-કૉબેલબ ટર્મ ડિપોઝીટ | 6.75% | 6.85% |
| NRE ટર્મ ડિપોઝીટ (રૂપિયા 3 કરોડથી ઓછી રકમ) | 6.60% | 6.75% |
ધારો કે કોઈ રોકાણકાર રૂપિયા પાંચ લાખની રકમ 6.67 ટકા દરથી રોકાણ કરે છે તો તેમને આશરે રૂપિયા 34000 વ્યાજ મળશે. એવી જ રીતે સિનિયર સિટીઝનને 7.25 ટકા દરથી રૂપિયા 37300 વળતર મળશે. સુપર સિનિયર સિટીઝનને તેમના રોકાણ પર 7.50 ટકા લેખે રૂપિયા 38,600 વ્યાજ મળશે.
નોન-કૉલેબલ ટર્મ ડિપોઝીટ માટે વ્યાજ દર 10 બેસિસ પોઇન્ટ (bps) વધીને 6.75 ટકાથી વધી 6.85 ટકા કરવામાં આવ્યા છે. આ ડિપોઝીટ રૂપિયા 1000 અને રૂપિયા એક કરોડથી વધારે રકમ છે.
