PPF Calculation:ભારતમાં વર્તમાન સમયમાં લોકો એવી જગ્યાએ રોકાણ કરે છે કે જ્યાં જોખમ ઓછું હોય છે અને રિટર્ન ગેરન્ટેડ હોય છે. બેન્ક FD અને સરકારી યોજના એવી છે કે જ્યાં ગેરન્ટેડ રિટર્ન મળે છે. આ યોજના પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ છે. આ યોજના ભારત સરકાર દ્વારા સમર્થિત લાંબા ગાળાનું અને સુરક્ષિત બચત યોજના છે. તેમાં વાર્ષિક આધાર પર વળતર મળે છે.
સરકાર દરેક ત્રિમાસિક ગાળા આ યોજનાના વ્યાજ દરની સમીક્ષા કરે છે અને ત્યારબાદ આગામી ત્રિમાસિક ગાળા માટે વ્યાજ દર જાહેર કરે છે. અત્યારે તો આ યોજનામાં વ્યાજનો દર 7.1 ટકા છે.
આ સંજોગોમાં દિવાળીમાં PPF સ્કીમમાં રોકાણ કરવા ઈચ્છતા હોય ચો તે પ્રમાણે તમારે આગામી 15 વર્ષમાં તમારું ફંડ ઘણું મોટું થઈ શકે છે. હકીકતમાં પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF)નો લોક-ઈન પિરીયડ 15 વર્ષ હોય છે. 15 વર્ષ બાદ તેને તમે આગળ વધારી શકો છો.
વાર્ષિક એક લાખ રૂપિયા રોકાણ 15 વર્ષ બાદ કેટલું થશે
PPF સરકાર સમર્થિક એક નાની બચત છે, જે લાંબા ગાળામાં સંપત્તિ સર્જન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. વર્તમાન સમયમાં તે વાર્ષિક ધોરણે 7.1 ટકા વ્યાજ મળે છે અને આ યોજનાની અવધી 15 વર્ષ જેટલી હોય છે. જોકે અવધી ત્યારબાદ 5-5 વર્ષના તબક્કામાં લંબાવી શકાય છે.
PPF પર વ્યાજની ગણતરી દર મહિનાની 5 તારીખ અને અંતિમ તારીખ વચ્ચે સૌથ ઓછા બેલેન્સ પર કરવામાં આવે છે, અને તેને નાણાકીય વર્ષના અંતમાં ખાતામાં જમા કરવામાં આવે છે. આ વ્યાજ રોકાણ જ રહે છે અને અહીં તેને લઈ વ્યાજ મળે છે. તેમાં વાર્ષિક ધોણે ઓછામાં ઓછા રૂપિયા 500 અને મહત્તમ રૂપિયા 1.5 લાખ રોકાણ કરી શકાય છે. એક સાથે રોકાણ પર વધારે વ્યાજ મેળવવા માટે દર વર્ષ 5 એપ્રિલ સુધી રકમ જમા કરવી વધારે યોગ્ય રહે છે. એક વર્ષમાં એક લાખ રોકાણ કરવામાં આવે તો 15 વર્ષ બાદ કેટલું ફંડ તૈયાર થશે.
અમે કેલક્યુલેશન માટે SBIના PPF કેલક્યુલેટરનો ઉપયોગ કર્યો. તે પ્રમાણે 15 વર્ષ સુધી દર વર્ષ એક લાખ રૂપિયા રોકાણ કરવા પર 15 વર્ષમાં રોકાણ રૂપિયા 15 લાખ થઈ જશે. અને 7.1 ટકા વ્યાજ સાથે 15 વર્ષ બાદ કૂલ મેચ્યોરિટી રકમ રૂપિયા 2,71,214 થઈ જશે. તેમાં રૂપિયા 1,21,214 વ્યાજ અને બાકી મૂળ રોકાણ સમાવેશ થાય છે.
