નિવૃત્તિ સમય બાદ પૈસાની ચિંતાથી મળશે મુક્તિ, પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં દર મહિને મળશે રૂપિયા 5550

Post Office MIS:જો તમે કોઈ બચત ખાસામાં રોકાણ કરીને સારી એવી દર મહિને આવક મેળવવા ઈચ્છતા હોય તો તમારા માટે પોસ્ટ ઓફિસની આ સ્કીમ સ્કીમ ખાસ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 09 Nov 2026 07:57 AM (IST)Updated: Mon, 09 Nov 2026 07:59 AM (IST)
post-office-mis-safe-investment-you-will-receive-rs-5550-in-account-every-month

Post Office MIS:જો તમે કોઈ બચત ખાસામાં રોકાણ કરીને સારી એવી દર મહિને આવક મેળવવા ઈચ્છતા હોય તો તમારા માટે પોસ્ટ ઓફિસની આ સ્કીમ સ્કીમ ખાસ છે. પોસ્ટ ઓફિસની મન્થલી ઈનકમ સ્કીમ એટલે કે પોસ્ટ ઓફિસની માસિક યોજના કે જે તમારા પૈસાને સંપૂર્ણ સુરક્ષા આપે છે અને સંપૂર્ણ રીતે દર ઘરે બેઠા આવક આપશે.

પોસ્ટ ઓફિસની આ માસિક આવક યોજના તમને પૈસા એક સાથે રોકાણ કરીને દર મહિને વ્યાજ સ્વરૂપમાં ચોક્કસ રકમ કમાણી તરીકે કરી આપશે. આ સ્કીમની મેચ્યોરિટી અવધિ 5 વર્ષ છે, એટલે કે 5 વર્ષ પૂરા થવામાં સમય લાગશે.અત્યારે તો આ સ્કીમ પર 7.4 ટકા જેટલું વ્યાજ આપે છે.


ધારો કે તમે કૂલ રૂપિયા 9 લાખ રોકાણ કરો છો તો ગણતરી પ્રમાણે જોઈએ તો 7.4 ટકા વ્યાજ લેખે દર મહિને રૂપિયા 5,550 આવક થશે. એક વર્ષમાં કૂલ રૂપિયા 66,600 વ્યાજ આવક પેટે મળશે. પાંચ વર્ષે કૂલ રૂપિયા 3,33,000 આવક થશે અને તમારી રૂપિયા 9,00,000 મૂડી સુરક્ષિત રહેશે.

હવે પ્રશ્ન એ છે કે શું અધવચ્ચેથી રોકાણકારો પૈસા ઉપાડી શકે છે? રોકાણકારો 5 વર્ષ દરમિયાન ગમે ત્યારે પૈસા ઉપાડી શકે છે. આ માટે નિયમ છે કે અકાઉન્ટ ખોલ્યાના ઓછામાં ઓછા 1 વર્ષ બાદ પૈસા ઉપાડી શકાય છે. ખાતું બંધ કરતી વખતે કેટલાક પ્રમાણમાં પેનલ્ટી લાગ શકે છે.

આ સ્કીમ એવા લોકો માટે બિલકુલ યોગ્ય છે કે જે શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા નથી અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું જોખમ લેવા તૈયાર થતા નથી. ખાસ કરીને રિટાયરમેન્ટ બાદ વૃદ્ધાવસ્થા બાદ આ યોજના રોકાણકારો માટે ખૂબ જ વરદાનરૂપ સાબિત થઈ શકે છે. તમે દર મહિને ઘરના ખર્ચા પૂરા કરવા માટે આ પૈસા તમને ખૂબ જ ઉપયોગી બનશે.