1લી ડિસેમ્બરથી પેન્શનધારકો માટે NPSને લગતા નિયમો બદલાઈ જશે, કેવા પ્રકારના ફેરફાર થશે તેની માહિતી જાણો

NPS New Rules: નેશનલ પેન્શન સિસ્ટમ સાથે સંકળાયેલ સબ્સ્ક્રાઈબર્સ માટે એક મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. પેન્શન ફંડ નિયમનકર્તા PFRDA દ્વારા NPS સ્કીમોનું રજિસ્ટ્રેન તતા વિવિધ પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર દર્શાવવાને લગતા નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 04 Nov 2026 02:47 PM (IST)Updated: Wed, 04 Nov 2026 02:47 PM (IST)
nps-rules-for-pension-holders-to-change-from-december-1-pfrda-issued-strict-directives

NPS New Rules: નેશનલ પેન્શન સિસ્ટમ સાથે સંકળાયેલ સબ્સ્ક્રાઈબર્સ માટે એક મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. પેન્શન ફંડ નિયમનકર્તા PFRDA દ્વારા NPS સ્કીમોનું રજિસ્ટ્રેન તતા વિવિધ પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર દર્શાવવાને લગતા નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. નિયમનકર્તાએ 2 નવેમ્બરના રોજ એક પરિપત્ર ઈશ્યુ કર્યો હતો, જે નવા દિશા-નિર્દેશ 1લી ડિસેમ્બર 2026થી દેશભરમાં લાગુ થઈ જશે.

નવા નિયમો ક્યારથી લાગુ થશે

PFRDA દ્વારા તમામ સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સીઓ(CRAs), પેન્શન ફંડ્સ અને PoPsને લગતા આદેશ આપ્યાં છે કે જેમાં 1 ડિસેમ્બર 2026 સુધી બ્રોશ, વેબસાઈટ, ઓનબોર્ડિંગ પ્રોસસ, મોબાઈલની એપ્સ વગેરે આ નવા નિયમો પ્રમાણે અપડેટ કરી લે.

આ નવા નિર્ણયથી NPS સબ્સ્ક્રાઈબર્સ માટે પેન્શન ફંડ અને સ્કીમોની પસંદગી બિલકુલ પારદર્શી, સમાન અને સ્પષ્ટ થઈ જશે.

NPS સ્કીમોના નામમાં શુ ફેરફાર થશે?

PFRDA દ્વારા મલ્ટીપલ સ્કીમ ફ્રેમવર્ક(MSF)હેઠળ હવે નામને નક્કી કરવા ચોક્કસ ફોર્મેટ ફરજિયાત કરવામાં આવ્યુ છે. 

ફોર્મેટને લગતો નિયતઃ દરેક સ્કીમના નામમાં પેન્શન ફંડને ટૂંકા નામ, કોમન કીવર્ડ NPS અને પેન્શન ફંડ દ્વારા આપવામાં આવેલ એક યુનિક નામનો સમાવેશ કરવો જરૂરી છે.

Tier II સ્કીમની ઓળખ નામના અંતમાં Tier II લખવું ફરજિયાત બનશે. અલબત Tier I ડિફોલ્ટ વિકલ્પ છે અને આ સાથે તેની આગળ Tier I લખવું તે હવે જરૂરી બનશે નહીં. 

કેટેગરીને લગતા કોડ Aથી E સુધી બધુ જ હવે સ્કીમના નામનો હિસ્સો નહીં હોય. કોઈ પણ પેન્શન ફંડ એક જ કેટેગરીમાં મલ્ટીપલ સ્કીમોની ઓફર કરે છે તો તેને દરેક સ્કીમને અલગ અને ખાસ નામ આપવાના રહેશે. 

જોખમ અને સ્કીમ સંબંધિત કેટેગરી ફરજિયાત

સબ્સ્ક્રાઈબર્સને ગેરમારેગ દોરવા માટે PFRDA દ્વારા માર્કેટીંગ અને પ્રચાર સંબંધિત સામગ્રી અંગે કડક નિયત નક્કી કરાયા છે.

કયા પ્લેટફોર્મ પર તમામ પેન્શન ફંડ્સના વિકલ્પો જોવા મળશે

કોઈ યુઝર PoP પ્લેટફોર્મ પર જઈને બેલેન્સ્ડ ગ્રોથ-મીડિયમ રિસ્ક સંબંધિત વિવિધ વિકલ્પને પસંદ કરી શકે છે અને આ રીતે પ્લેટફોર્મની તે કેટેગરીમાં રહેલ તમામ પેન્શન ફંડ્સની સ્કીમ જોવા મળશે.