Tatkal NPS Account: જો તમે અત્યાર સુધી 25-30 વર્ષની ઉંમરના છો અને રિટાયરમેન્ટ બાદ સારી એવી આવક મેળવવા માગતા હોય તો તમારા શક્ય એટલા જલ્દીથી રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. આજના સમયમાં SIP અને NPS નું વ્યાપક ચલણ છે.
જોકે ઘણી વખત તેને લગતી પ્રક્રિયાને જોઈ વિચારમાં પડી જવાય છે. જોકે, હવે પરેશાનીનો ઉકેલ PhonePe લઈને આવેલ છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePeએ પોતાની એપ પર તાત્કાલિક NPSની સુવિધા શરૂ કરી છે.
તેના મારફતે યોગ્યતા ધરાવતા યુઝર્સ મોબાઈલથી જ નેશનલ પેન્શન સિસ્ટમ(NPS)ને લગતું ખાતું ખોલાવી શકે છે. તેની શરૂઆત રૂપિયા 250 લઘુતમ રકમથી કરી શકાય છે. આજે આપણે તત્કાલ NPS વિશે વાત કરશું કે તેનો ફાયદો કેવી રીતે લઈ શકાય છે અને PhonePe ખાતું ખોલાવી શકાય છે.
તત્કાલ NPS શુ છે?
PhonePe એ તત્કાલ NPSની સુવિધા શરૂ કરી છે. તેના મારફતે યુઝર્સ નેશનલ પેન્શન સિસ્ટમમાં પોતાના ખાતા ખોલાવી શકે છે. ફોનપે પર આ સુવિધા પેન્શન ફંડ નિયમકર્તા અને વિકાસ સત્તાવાળા એટલે કે PFRDAના નિયામક માળખા હેઠળ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તેની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ઓનલાઈન છે. તેમાં OTP મારફતે યુઝરને વેરિફિકેશન મળે છે.
સામાન્ય રીતે આ પ્રક્રિયા ત્રણ તબક્કામાં હોય છે. ખાતું ખોલ્યા બાદ યુઝરે પર્મનન્ટ રિટાયરમેન્ટ અકાઉન્ટ નંબર એટલે કે PRAN મળે છે, જે તેમના NPS ખાતાની ઓળખ હોય છે.
PhonePe પર તત્કાલ NPS અકાઉન્ટ ખોલવાની શરત
PhonePeએ તત્કાલ NPS કેટલીક શરતોને આધિન રાખેલ છે. જો કોઈ વ્યક્તિ Phoneથી તત્કાલ NPS ખાતું ખોલાવવા ઈચ્છે છે તો તેને કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે.
- અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
- અરજદારની ઉંમર 18 વર્ષથી 85 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- તેમની પાસે PAN કાર્ડ હોવું જોઈએ.
- અરજદારનું બેન્ક અકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ.
- અરજદાપના ખાતાની KYC પૂરા થવી જોઈએ. KYC અધૂરી હોય તો ખાતું ખુલે નહીં.
