EPFO Wage Ceiling: કેન્દ્ર સરકારે કર્મચારીઓના સામાજીક સુરક્ષા કવરેજને વધારવા માટે EPFO હેઠળ ફરજિયાત કવરેજ માટે પગાર મર્યાદા વધારવાની મંજૂરી આપી છે. હવે આ મર્યાદા રૂપિયા 15000થી વધારીને રૂપિયા 25 હજાર કરવામાં આવી છે. સરકારની માહિતી પ્રમાણે આ ફેરફારથી આશરે 51 લાખ કર્મચારીઓ EPFOના દાયરામાં આવી શકે છે.
આ નિર્ણયની સીધી અસર એવા કર્મચારીઓ પર થશે કે જેમનો પગાર રૂપિયા 15000થી રૂપિયા 25000 વચ્ચે છે અને જેનું EPF યોગદાન અત્યારે જૂની રૂપિયા 15000ની સીમાના આધાર પર નક્કી થાય છે. નવી સીમા લાગૂ થયા બાદ એવા કર્મચારીના EPF અને EPSમાં દરેક મહિને જમા થતી રકમ વધી શકે છે.
વર્તમાન વ્યવસ્થામાં રૂપિયા 15000ના યોગદાન સીમા પર કર્મચારીનું 12 ટકા યોગદાન રૂપિયા 1,800 દર મહિને હોય છે. જો યોગદાનની મર્યાદા રૂપિયા 25000 થઈ જાય છે તો 12 ટકા હિસાબથી કર્મચારીનું યોગદાન રૂપિયા 3000 પ્રતિ મહિના થઈ જશે.
એટલે કે કર્મચારીના યોગદાનમાંઃ રૂપિયા 3,00-રૂપિયા 1,800 = રૂપિયા 1,200 દર મહિને વધશે.
તેનો અર્થ એવો થાય છે કે વર્ષના આધાર પર કર્મચારની તરફથી PFમાં રૂપિયા 14,400 થી વધારે જમા થઈ શકે છે.
| યોગદાન | ₹15,000ની મર્યાદા | ₹25,000 મર્યાદા | માસિક ફેરફાર |
|---|---|---|---|
| કર્મચારી EPF | ₹1,800 | ₹3,000 | +₹1,200 |
| નોકરીદાતા EPF | આશરે ₹550 | આશરે ₹917 | +₹367 |
| નોકરીદાતા EPS | ₹1,250 | આશરે ₹2,083 | +₹833 |
| કર્મચારી + નોકરીદાતા કુલ | ₹3,600 | ₹6,000 | +₹2,400 |
નોકરીદાતાનું યોગદાન કેટલું વધશે?
નવી રૂપિયા 25,000 પગાર મર્યાદા લાગુ થયા પછી નોકરીદાતાનું યોગદાન પણ બદલાશે. વર્તમાન સિસ્ટમ હેઠળ નોકરીદાતા કુલ 12% ફાળો આપે છે, જેમાં એક ભાગ EPFમાં જાય છે અને બીજો EPS માં જાય છે.હાલમાં, નોકરીદાતાનું કુલ યોગદાન ₹15,000 મર્યાદાના આધારે દર મહિને ₹1,800 છે. નવી ₹25,000 મર્યાદા લાગુ થયા પછી આ યોગદાન દર મહિને ₹3,000 સુધી વધી શકે છે.
