Pakistan PF Rules:ભારતાં PFની લઘુતમ મર્યાદા રૂપિયા 1800 છે તો પાકિસ્તામાં કેટલુંપ્રોવિડન્ટ ફંડ કપાય છે તે જાણો

Pakistan PF Rules: નોકરીયાત વર્ગ માટે પ્રોવિડન્ટ ફંડ એટલે કે PF વૃદ્ધાવસ્થામાં સૌથી મોટી સહાયતા હોય છે. ભારતમાં તાજેતરમાં જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને તાજેતરમાં જ પોતાના નિયમોમાં ફેરફાર કર્યાં છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 02 Jul 2026 08:11 PM (IST)Updated: Thu, 02 Jul 2026 08:11 PM (IST)
the-minimum-limit-of-pf-in-india-is-rs-1800-so-know-how-much-provident-fund-is-deducted-in-pakistan

Pakistan PF Rules: નોકરીયાત વર્ગ માટે પ્રોવિડન્ટ ફંડ એટલે કે PF વૃદ્ધાવસ્થામાં સૌથી મોટી સહાયતા હોય છે. ભારતમાં તાજેતરમાં જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને તાજેતરમાં જ પોતાના નિયમોમાં ફેરફાર કર્યાં છે.

 

ભારતમાં PF કાપવાનું નવું સમીકરણ

ભારતમાં EPFOના નવા નિયમો પ્રમાણે 12 ટકા PF કાપવા માટે રૂપિયા 15000 પ્રતિ મહિના પગાર મર્યાદા નક્કી કરી છે. એટલે કે કોઈ કર્મચારીના બેઝીક પગાર રૂપિયા 1 લાખ છે તો ફરજિયાતપણ તેના પગારમાંથી ફક્ત રૂપિયા 1800 કાપવામાં આવશે. કર્મચારી પોતાની મર્જીથી વધારે ફંડ જમા કરાવી શકે છે. આ માટે VPFનો વિક્લપ ખુલ્લો છે. ભારત સરકારે આ નિયમ આશરે આઠ કરોડ સક્રિય નોકરીયાતવર્ગ લોકો પર લાગુ થાય છે.


પાકિસ્તાનમાં પેન્શન અને EOBIનો નિયમ


પાકિસ્તાનમાં સામાજીક સુરક્ષા અને ભવિષ્ય નિધિની વ્યવસ્થા ભારતની તુલનામાં અલગ છે. એવું પેન્શન અને વૃદ્ધાવસ્થાના ફાયદા માટે એક ખાસ સંસ્થા કામ કરે છે. જેને EOBI કહેવામાં આવે છે. પાકિસ્તાનમાં આ ફંડ કર્મચારીના વાસ્તવિક પગારમાંથી કાપવામાં નથી આવતો, પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુતમ પગારના આધારે હો છે. વર્તમાન સમયમાં લઘુતમ પગાર 40,000 રૂપિયા પ્રતિ મહિના નક્કી થઈ છે. જેના હિસાબથી પૂરી ગણતરી થાય છે.

કર્મચારી અને માલિકનો હિસ્સો કેટલો

પાકિસ્તાને EOBI નિયમ પ્રમાણે નક્કી કરવામાં આવેલ લઘુતમ પગારન ફક્ત 1 ટકા કર્મચારીના પગારમાંથી કપાય છે,જે આશરે રૂપિયા 400 થાય છે. જ્યારે કર્મચારીની કંપની અથવા નોકરીદાતાને પોતાના તરફથી લઘુતમ 5 ટકા એટલે કે આશરે રૂપિયા 2000 યોગદાન આપે છે. આ રીતે કર્મચારી અને કંપની બન્ને હિસ્સો એકંદરે કૂલ રૂપિયા 2400 દર મહિને તે ફંડમાં જમા થાય છે. આ વ્યવસ્થા ત્યાની તમામ રજિસ્ટર્ડ કંપની માટે ફરજિયાત છે.