FD Rates: દેશમાં અગ્રણી બેન્કો દ્વારા તેમની ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે ફિક્સ્ડ ડિપોઝીટ (FD)માં રોકાણ કરવાની યોજના ધરાવતા હોય તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. HDFC બેન્ક, ICICI બેન્ક, બેન્ક ઓફ બરોડા જેવી બેન્કો એ તેમની વિવિધ મુદતની ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યાં છે. કેટલીક બેન્ક તો ગ્રાહકોને 8.25 ટકા સુધી વ્યાજ મળે છે. મોંઘવારીની સ્થિતિમાં વિવિધ બેન્કો વ્યાજ દરોમાં વધારો કરી રહી છે.
આ પૈકી HDFC Bank તેની ફિક્સ્ડ ડિપોઝીટ પર સિનિયર સિટીઝનને 3 વર્ષ એક દિવસથી લઈ 5 વર્ષની અવધિ માટે 7.20 ટકા સુધી વ્યાજ દરોની ઓફર ધરાવે છે. સામાન્ય ગ્રાહકો 3 વર્ષ 1 દિવસથી લઈ 10 વર્ષ સુધીની FD પર મહત્તમ 6.60 ટકા સુધી વ્યાજ આપી શકે છે. બેન્કની વેબસાઈટ પ્રમાણે ફિક્સ્ડ ડિપોઝીટના નવા દર 4 નવેમ્બરથી 2026થી લાગુ થાય છે.
ICICI બેન્ક હવે 7 દિવસથી લઈ 10 વર્ષ સુધીની અવધિ માટે FD પર 2.75 ટકાથી 6.60 ટકા સુધી વ્યાજ આપે છે. સિનિયર નાગરિકો માટે બેન્ક 3 વર્ષ 1 દિવસથી લઈ 5 વર્ષ સુધીની અવધિ પર 7.20 ટકા મહત્તમ વ્યાજ આપી રહેલ છે. સામાન્ય ગ્રાહકોને 3 વર્ષ 1 દિવસથી લઈ દસ વર્ષ સુધી 6.6 ટકા મહત્તમ ફિક્સ્ડ ડિપોઝીટ વ્યાજ મળે છે. આ વ્યાજ દરો ગયા મહિનેથી જ લાગુ થઈ ગયા છે.
બેન્ડ ઓફ બરોડા 555 દિવસની ફિક્સ્ડ ડિપોઝીટ પર સામાન્ય ગ્રાહકોને મહત્તમ 6.85 ટકા સિનિયર સિટીઝનને 7.35 ટકા અને સુપર સિનિયર સિટીઝન્સને 7.45 ટકા દરથી વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ અગાઉ બેન્ક આ અવધિ માટે સામાન્ય નાગરિકોને 6.75 ટકા વ્યાજ દર ઓફર કરતી હતી. આ દરો આ સપ્તાહથી જ લાગુ થયા છે.
