Loan Rate Hike: 22 સપ્ટેમ્બરથી વધી જશે તમારી EMI, આ પ્રાઈવેટ સેક્ટરની બેંકે લોન પરના દરોમાં કર્યો વધારો, નવા લાગૂ દરો જાણો

Loan Rate Hike:કરુર વૈશ્ય બેંક(Karur Vysya Bank)ના ગ્રાહકો માટે એક મહત્વનું અપડેટ સામે આવ્યું છે. બેંકે તેની લોનના દરો (Lending Rates)માં વધારો કરવાની જાહેરાત કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 21 Sep 2026 01:10 PM (IST)Updated: Mon, 21 Sep 2026 01:10 PM (IST)
karur-vysya-bank-hike-loan-interest-rates-across-various-tenures-new-rates-come-into-effect-from-september-22

Loan Rate Hike:કરુર વૈશ્ય બેંક(Karur Vysya Bank)ના ગ્રાહકો માટે એક મહત્વનું અપડેટ સામે આવ્યું છે. બેંકે તેની લોનના દરો (Lending Rates)માં વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ બેંક પાસેથી હોમ લોન, ઓટો લોન અથવા પર્સનલ લોન લેવી મોંઘી થઈ જશે અને જે ગ્રાહકો આ લોન અગાઉથી જ ધરાવે છે તેમનો EMIને લગતો બોજ વધી જશે. 

શું ફેરફાર કરવામાં આવ્યા છે?

બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દરો અને વધેલા દર 22 સપ્ટેમ્બર 2026થી એટલે કે આવતીકાલથી લાગુ પડશે. બેંક તમામ અવધિ માટે માર્જીનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR)માં 0.05 ટકા (5 બેસિસ પોઇન્ટ)વધારો કર્યો છે. બેંક ફક્ત MCLR જ નહીં પણ બેઝ રેટ(Base Rate) અને બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ(BPLR) બન્નેમાં પણ 0.20 ટકા વધારો કર્યો છે.

22 સપ્ટેમ્બર, 2026 થી લાગુ નવા દરો

  • ઓવરનાઇટ MCLR: 9.00% થી વધારીને 9.05%
  • 1 મહિનાનો MCLR: 9.00% થી વધારીને 9.05%
  • 3 મહિનાનો MCLR: 9.15% થી વધારીને 9.20%
  • 6 મહિનાનો MCLR: 9.30% થી વધારીને 9.35%
  • 1 વર્ષનો MCLR: 9.40% થી વધારીને 9.45%


આ વધારો એવા ગ્રાહકો પર સીધી અસર કરશે જેમની લોન MCLR, બેઝ રેટ અથવા BPLR સાથે જોડાયેલી છે. આગામી રીસેટ તારીખે તેમના EMI આ નવા દર અનુસાર વધશે.