Tax Audit Deadline 2026:ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરવાની અંતિમ તારીખ ખૂબ જ નજીક આવી ગઈ છે. એસેસમેન્ટ યર એટલે કે આંકરણી વર્ષ 2026-2027 માટે ટેક્પેયર્સને 21 ઓક્ટોબર 2026 સુધી પોતાનો રિપોર્ટ જમા કરવાનો છે. એટલે કે હવે તમારી પાસે આ કાર્ય પૂરા કરવા માટે ફક્ત 2 દિવસ છે. ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરવાની ડેડલાઈન અગાઉ 30 સપ્ટેમ્બર હતી, જે લંબાવીને 21 ઓક્ટોબર કરવામાં આવી હતી. ફક્ત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ(CA)ના વિશ્વાસથી રિપોર્ટ અપલોડ કરવાનું છોડવું જોઈએ નહીં. ટેક્સપેયર્સે જાતે જ ઈનકમ ટેક્સ પોર્ટલ પર લોગ ઈન કરીને વિવિધ કાર્યોને પૂરા કરી લેવાના રહેશે. ત્યારબાદ ITR ભરવા માટે 21 નવેમ્બર 2026 સુધી તક મળેશે.
ટેક્સ ઓડિટ રિપોર્ટ કયા લોકો માટે જમા કરવા જરૂરી
- સામાન્ય રીતે કોઈ પણ બિઝનેસનું ટર્નઓવર રૂપિયા 1 કરોડથી વધારે હોય તેમણે ટેક્સ ઓડિટ(Tax Audit Report)ની જરૂર પડી શકે છે. જોકે, કેશમાં મળનાર રકમ અને કેશ પેમેન્ટ બન્ને સંબંધિત કૂલ રકમના 5 ટકાથી વધારે નહીં હોવાના સંજોગોમાં આ લિમિટ રૂપિયા 10 કરોડ સુધી થઈ શકે છે.
- જ્યારે પ્રોફેશનલ્સ માટે ગ્રોસ રિસીટ્સની લિમિટ રૂપિયા 50 લાખ છે. ટેક્સ ઓડિટ લાગુ થવા પર યોગ્ય ફોર્મ જમા કરવું જરૂરી છે.
- ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરતાં પહેલા આ કાર્યો કરવા જરૂરી છે
- તમારા બિઝનેસના તમામ અકાઉન્ટ અને ફાયનાન્શિયલ રેકોર્ડ પૂરા કરી લો.
- બુક ઓફ અકાઉન્ટમાં નોંધેલ ટર્નઓવરના GST રિટર્ન, વેચાણ સંબંધિત બિલ તથા બેંક સ્ટેટમેન્ટ સાથે તુલના કરો.
- ખર્ચા, બાકી નિકળતી રકમ, લોન અને ફિક્સ્ડ એસેટ્સને પણ તપાસો.
- ડિપ્રિસિએશ કેલક્યુલેશન લાગુ ટેક્સ નિયમોની દ્રષ્ટિએ હોવી જોઈએ.
જો તમારા બિઝનેસનું ઓડિટ કોઈ અન્ય કાયદા જેમ કે GST અથવા કંપની એક્ટ અંતર્ગત અગાઉથી કરેલ હોય તો Form 3CA + Form 3CD જમા કરવાનું રહેશે, બાકી તમામ કેસમાં Form 3CD + Form 3CD આપવાનું હોય છે. આ ફોર્મમાં કૂલ ટર્નઓવર, લોન, વ્યવહાર અને ડેપ્રિસિએશનને લગતો યોગ્ય હિસાબ આપો. તમારા અંગત ખર્ચા અને એવી ચુકવણીને અલગથી તપાસો કે જેના પર ટેક્સ છૂટ મળતી ન હોય અથવા તો કોઈ સીમા નક્કી હોય છે.
TDS અને TCSની તુલના કરવી જરૂરી છે
TDS અને TCSને લગતા ચલણ, રિટર્ન અને ટેક્સ સર્ટિફિકેટથી તપાસો. તેનાથી ઓછા ટેક્સ કપાશે, મોડેથી જમા થવા અથવા રિપોર્ટિંગમાં ભૂલની માહિતી મળી શકે છે. GST અને બુક્માં ટર્નઓવરના અંતર ક્રેડિટ નોટ, એડવાન્સ અથવા સમયના અંતરને લીધે હોઈ શકે છે. આ અંતરને લીધે અને તેની સાથે સંકળાયેલ રેકોર્ડ સંભાળીને રાખો. આ વખતે MSMEએ પેમેન્ટ, લોન-ડિપોઝીટની માહિતી અને શેર બાયબેક સંબંધિત નિયમો અંગે કડક રિપોર્ટીંગ ફરજિયાત કરવાનું રહે છે.
