Cinema Theater Franchise Business: મનોરંજન ક્ષેત્રે વધતી માંગ વચ્ચે સિનેમા થિયેટર ફ્રેન્ચાઇઝી બિઝનેસ એક ફાયદાકારક વિકલ્પ બની રહ્યો છે. જો તમે તમારું પોતાનું થિયેટર અથવા મલ્ટિપ્લેક્સ શરૂ કરવા માંગો છો, તો તેની ફ્રેન્ચાઇઝી લેવાની તબક્કાવાર પ્રક્રિયા અહીં આપાઈ છે.
1) બ્રાન્ડની પસંદગી અને સંપર્ક
સૌથી પહેલાં તમારે બ્રાન્ડ નક્કી કરવી પડે છે. PVR-INOX જેવી મોટી બ્રાન્ડ્સ મોટા શહેરો અને મોલ પસંદ કરે છે, જ્યારે PictureTime, K Sera Sera જેવી નવી કંપનીઓ ટિયર-2 અને ટિયર-3 શહેરો માટે મિની થિયેટર ફ્રેન્ચાઇઝી આપે છે. આ સિવાય Roongta Cinemas, New Fangled, Movie Time Entertainments, MY CINEMAS, Picture Time Digiplex, Citara, DD Cinemas, Sanelite Cinemas, PKV Smart Cinemas અને SMART MOVIZ પણ ફ્રેન્ચાઇઝી ઓફર કરે છે. અરજી કરવા માટે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર 'Franchise' અથવા 'Partner with us' સેક્શનમાં ફોર્મ ભરવાનું હોય છે.
2) જગ્યા અને વિસ્તારની જરૂરિયાત
- મિની થિયેટર: 2000 થી 5000 સ્ક્વેર ફૂટ જગ્યાની જરૂર પડે છે.
- મલ્ટિપ્લેક્સ: 10,000 સ્ક્વેર ફૂટથી વધુ જગ્યા અને પૂરતા પાર્કિંગની વ્યવસ્થા અનિવાર્ય છે.
- લીઝ એગ્રીમેન્ટ: જો જગ્યા લીઝ પર હોય તો સામાન્ય રીતે 9 થી 15 વર્ષનો લાંબા ગાળાનો કરાર હોવો જરૂરી છે.
3) રોકાણ અને આવકના સ્ત્રોત
મિની થિયેટર માટે આશરે ₹50 લાખથી ₹1 કરોડ અને મોટા મલ્ટિપ્લેક્સ માટે ₹2 થી ₹5 કરોડ કે તેથી વધુનું રોકાણ થઈ શકે છે. ટિકિટ વેચાણ ઉપરાંત સ્થાનિક જાહેરાતો, બ્રાન્ડ પ્રમોશન અને સ્ક્રીન પર લોગો પ્લેસમેન્ટ દ્વારા નોન-બોક્સ ઓફિસ રેવેન્યુ (Non-box office revenue) ઊભી કરી શકાય છે.
4) કાનૂની મંજૂરીઓ અને લાયસન્સ
થિયેટર શરૂ કરતા પહેલા સ્થાનિક કલેક્ટર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સિનેમા લાયસન્સ, ફાયર સેફ્ટી NOC, ટ્રાફિક અને પોલીસ વિભાગની NOC, PWDનું બિલ્ડિંગ સેફ્ટી સર્ટિફિકેટ, FSSAI લાયસન્સ અને GST રજીસ્ટ્રેશન મેળવવું પડે છે.
5) એગ્રીમેન્ટ, સેટઅપ અને સ્ટાફિંગ
કરાર વખતે રેવેન્યુ શેરિંગ મોડલ (Revenue Sharing Model) હેઠળ ટિકિટ અને Food & Beverages (F&B)ના વેચાણમાં નફાની ટકાવારી નક્કી થાય છે. ત્યારબાદ કંપનીના આર્કિટેક્ટની દેખરેખ હેઠળ એકુસ્ટિક્સ, રેક્લાઇનર્સ બેઠક વ્યવસ્થા, પ્રોફેશનલ ઓડિયો, 3D પ્રોજેક્શન અને સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમનું સેટઅપ કરાય છે. અંતમાં સ્ટાફને ટ્રેનિંગ આપીને માર્કેટિંગ કેમ્પેઇન સાથે થિયેટરનું ઉદ્ઘાટન કરવામાં આવે છે.
