8th Pay Commission latest:કેન્દ્રીય કર્મચારીઓ માટે રચવામાં આવેલ 8માં પગાર પંચ તેના અહેવાલ સરકારને સોંપવા માટે એક્શન મોડમાં છે. આ સંજોગોમાં પગાર પંચ આગામી વર્ષના મે મહિનામાં પોતાનો અંતિમ ભલામણ અહેવાલ સરકારને સોંપી શકે છે. આ અગાઉ કેન્દ્ર સરકારના કર્મચારી, પેન્શનર ગ્રુપ, યુનિયન અને અન્ય સંબંધિત પક્ષકારો પાસેથી સૂચન મંગાવી રહ્યા છે. અત્યાર સુધીની પેટર્નને જોતા પગાર પંચ સામે મોટી માંગ ફિટમેન્ટ ફેક્ટર અંગે છે.
ફિટમેન્ટ ફેક્ટર શું છે
ફિટમેન્ટ ફેક્ટર એક મલ્ટીપ્લાયર છે, જેનો ઉપયોગ જૂના બેઝીક પગારને નવા પગાર સ્ટ્ર્ક્ચરમાં ફેરફાર કરવા માટે થાય છે. પેન્શન સુધારામાં પણ સંબંધિત નિયમો અંતર્ગત તેની અસર થઈ શકે છે. 7માં પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યા હતા. 8માં પગાર પંચની વાત કરીએ તો કેટલાક કર્મચારી સંગઠનોએ 3.83 અથવા 4 સુધી મલ્ટીપ્લાયર સુચન છે. જ્યારે વિશેષજ્ઞો પ્રમાણે 1.83થી 2.57 વચ્ચે નક્કી કરી શકાય છે.
જોકેસ વાસ્તવિક ફિટમેન્ટ ફેક્ટર પંચની ભલામણો અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ નક્કી થશે. કર્મચારી સંગઠનોની માંગ પ્રમાણે કેલ્ક્યુલેટ કરે છે કે છેવટે કર્મચારીઓનો પગાર કેટલો વધી શકે છે.
મૂળભૂત પગાર કેટલો હશે?
જો ₹18,000 ના વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગારને વિવિધ સંભવિત ફિટમેન્ટ પરિબળોથી ગુણાકાર કરવામાં આવે તો નવો મૂળભૂત પગાર 1.83 ફિટમેન્ટ પરિબળ પર ₹32,940, 2.00 પર ₹36,000 અને 2.57 પર ₹46,260 થઈ શકે છે. 3.83 ફિટમેન્ટ પરિબળ પર, મૂળભૂત પગાર ₹68,940 થશે અને 4.00 ગુણાકાર પર તે ₹72,000 થશે. જોકે આ ફક્ત ગાણિતિક અંદાજ છે.
ભલામણો ક્યારે આવશે?
શરતો મુજબ પગાર પંચની રચનાના 18 મહિના (3 નવેમ્બર, 2025)ની અંદર ભલામણો જાહેર કરવી જરૂરી છે. આમ રિપોર્ટ સબમિટ કરવાની અંતિમ તારીખ મે 2027 છે. પગાર પંચની ભલામણો પૂર્ણ થયા પછી, તેનો સંપૂર્ણ અમલ થવામાં બીજા બે થી ત્રણ વર્ષ લાગી શકે છે. આનો અર્થ એ થયો કે 2027માં જાહેર કરાયેલ પગાર વધારાને સંપૂર્ણપણે અમલમાં મૂકવામાં વર્ષ 2029 અથવા વર્ષ 2030 સુધીનો સમય લાગી શકે છે.
