EPFO Wage Ceiling Hike:નોકરીયાત વર્ગ માટે EPFO સાથે સંકળાયેલ મોટો ફેરફાર સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે EPFO અંતર્ગત ફરજિયાત કવરેજની Wage Celing રૂપિયા 15000થી વધી રૂપિયા 25000 પ્રતિ મહિના કરવાની મંજૂરી આપી છે. નવી વેજ સેલિંગ 17 સપ્ટેમ્બર 2026થી જ લાગૂ થઈ ગઈ છે. સરકારની માહિતી પ્રમાણે તેનાથી 51 લાખ કર્મચારીઓ EPFO ફરજિયાત કવરેજના વ્યાપમાં આવી શકે છે.
EPFO વેતન મર્યાદા ₹300 થી વધારીને ₹25,000 કેવી રીતે થઈ?
અત્રે ઉલ્લેખનીય છે કે 1 નવેમ્બર 1952થી EPF માટે વેતન મર્યાદા રૂપિયા 300 પ્રતિ મહિના હતી. જૂન 1957માં તે વધારીને રૂપિયા 500 કરવામાં આવી હતી. ડિસેમ્બર 1962માં ટોચમર્યાદા વધારીને રૂપિયા 1,000 કરવામાં આવી હતી. ત્યારબાદ 11 ડિસેમ્બર, 1976 થી રૂપિયા 1,600ની વેતન મર્યાદા લાગુ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 1985માં વેતન મર્યાદા વધારીને રૂપિયા 2,500 કરવામાં આવી હતી. નવેમ્બર 1990માં તે વધારીને રૂપિયા 3,500 કરવામાં આવી હતી. ઓક્ટોબર 1994માં વેતન મર્યાદા વધારીને રૂપિયા 5,000 કરવામાં આવી હતી અને જૂન 2001માં રૂપિયા 6,500 કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2014માં તે વધારીને રૂપિયા 15,000 કરવામાં આવી હતી. હવે 12 વર્ષ પછી સરકારે ફરી એકવાર તેમાં મોટો ફેરફાર કર્યો છે અને EPFO ના ફરજિયાત કવરેજ માટે વેતન મર્યાદા વધારીને રૂપિયા 25000 રૂપિયા કરી દીધી છે.
| સમયગાળો | EPFOની વેજ સીલિંગ |
| 01.11.1952 to 31.05.1957 | રૂપિયા 300 |
| 01.06.1957 to 30.12.1962 | રૂપિયા 500 |
| 31.12.1962 to 10.12.1976 | રૂપિયા 1,000 |
| 11.12.1976 to 31.08.1985 | રૂપિયા 1,600 |
| 01.09.1985 to 31.10.1990 | રૂપિયા 2,500 |
| 01.11.1990 to 30.09.1994 | રૂપિયા 3,500 |
| 01.10.1994 to 31.05.2001 | રૂપિયા 5,000 |
| 01.06.2001 to 31.08.2014 | રૂપિયા 6,500 |
| 01.09.2014 to 16.09.2026 | રૂપિયા 15,000 |
| 17.09.2026થી શરૂ | રૂપિયા 25,000 |
