EPFO Wage Ceiling Hike:EPFO અંગે સરકારનો મોટો નિર્ણય;PF મર્યાદા રૂપિયા 15000થી વધારી રૂપિયા 25000 કરી, 51 લાખ કર્મચારીને લાભ

નવી વ્યવસ્થાથી રૂપિયા 15000થી રૂપિયા 25000 વચ્ચે કમાણી કરનારા અનેક નવા કર્મચારીઓ ઔપચારિક રીતે સામાજીક વ્યવસ્થા સાથે જોડાઈ શકશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 16 Sep 2026 04:20 PM (IST)Updated: Wed, 16 Sep 2026 04:20 PM (IST)
cabinet-approves-enhancement-of-epfo-wage-ceilling-from-rs-15000-to-rs-250000-per-month

EPFO Wage Ceiling Hike,EPF New Rule:વર્તમાન વ્યવસ્થામાં દર મહિને રૂપિયા 15000 સુધી વેતન મર્યાદા EPFની ફરજિયાત કવરેજ માટે મહત્વનો આધાર રહ્યો છે. આ સીમા સપ્ટેમ્બર 2014માં વધીને રૂપિયા 15,000 કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં પગાર અને આવકના લેવલમાં વધારો થવાની સ્થિતિને જોતા હવે સરકારે આ મર્યાદાને રૂપિયા 25000 કરવાનો નિર્ણય કર્યો છે.

નવી વ્યવસ્થાથી રૂપિયા 15000થી રૂપિયા 25000 વચ્ચે કમાણી કરનારા અનેક નવા કર્મચારીઓ ઔપચારિક રીતે સામાજીક વ્યવસ્થા સાથે જોડાઈ શકશે. જોકે, નવી મર્યાદા લાગૂ થવાની વિસ્તૃત પ્રક્રિયા અને જરૂરી વહિવટી પગલાં EPFO તથા શ્રમ મંત્રાલય તરફથી પૂરા કરવામાં આવશે. આ નિયમ 17 સપ્ટેમ્બરથી જ લાગુ થઈ જશે. સરકારના નિર્ણયથી આશરે 51 લાખ કર્મચારીઓને ફાયદો મળશે.

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નિર્ણયથી 51 લાખથી વધારે કર્મચારી ફરજિયાત EPFO કવરેજના દાયરામાં આવી શકે છે. 

આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો રિટાયરમેન્ટ સેવિંગ સાથે સંકળાયેલ હોઈ શકે છે. EPFO અંતર્ગત કર્મચારીઓને EPF સાથે EPS અને EDLI સંબંધિત લાભ મળે છે. આ સંજોગોમાં નવા કર્મચારીઓ માટે લાંબા સમયમાં રિટાયરમેન્ટ ફંડ અને સામાજીક સુરક્ષાને પણ બદલતી પરિસ્થિતિ પ્રમાણે તૈયાર કરવું જરૂરી છે. 

સરકારની માહિતી પ્રમાણે આ ફેરફારથી રોજગારીના ઔપચારિકરણને પણ પ્રોત્સાહન મળી શકે છે. જ્યારે કર્મચારી EPFO જેવી વ્યવસ્થા સાથે જોડાયેલ છે તો તેની બચત, પેન્શન અને વીમા સુરક્ષા વધારે વ્યવસ્થિત રીતે થાય છે. કંપની માટે પણ સામાજીક સુરક્ષા કવરેજ વધવાથી કર્મચારીઓને લાંબા સમય સુધી જાળવી રાખવા અને સ્થિર વર્કફોર્સ તૈયાર કરવામાં મદદ મળી શકે છે. જોકે કર્મચારીઓની વાસ્તવિક પગાર અને EPFમાં થતા યોગદાન અંગે હકીકતમાં વેતન માળખા અને લાગુ નિયમો પર નિર્ભર કરશે.

આ નિર્ણયથી સરકારી ખજાના પર વધારાનો ખર્ચ આવશે. સરકારને અનુમાન છે કે તેનાથી વર્ષિક આશરે રૂપિયા 11,339 કરોડ ખર્ચ થશે, જ્યારે વર્તમાન અંદાજપ સહાયતા આશરે રૂપિયા 10,250 કરોડ છે. પાંચ વર્ષમાં અનુમાનિત ખર્ચ આશરે રૂપિયા 56,696 કરોડ દર્શાવવામાં આવ્યો છે. EPFO અગાઉથી જ ભારતના સૌથી મોટા સામાજીક સુરક્ષા વ્યવસ્થામાં સામેલ છે અને કરોડો કર્મચારીઓ તથા પેન્શનર્સને કવર કરે છે.