PF Advance Rules: EPFO (Employees' Provident Fund Organisation) કર્ચારીઓના રિટાયરમેન્ટને સુરક્ષિત કરવા સાથે મુશ્કેલ સમયમાં આર્થિક મદદ પણ આપે છે. ઘણી વખત તો મેડિકલ ઈમર્જન્સી, બાળકોના ઉચ્ચ શિક્ષણ, લગ્ન અથવા ઘર ખરીદવા જેવી જરૂરિયાતો માટે ઓચિંતા જ મોટી રકમની આવશ્યકતા હોય છે. આ સંજોગોમાં તમે તમારા PF ખાતામાંથી એડવાન્સ(Partial Withdrawal) ઉપાડી શકે છે.
મેડિકલ ઈમર્જન્સી અને બીમારી
આ પણ વાંચો
જો કર્મચારી અથવા તેમના પરિવારના કોઈ સભ્ય (પત્ની/પતિ, બાળકો અથવા માતા-પિતા)ને કોઈ સારવાર માટે પૈસાની જરૂરિયાત છે તો PF ખાતામાંથી એડવાન્સ (illness PF Advance Withdrawal) ઉપાડી શકે છે. સૌથી સારી વાત એ છે કે મેડિકલ ઈમર્જન્સમાં પૈસા ઉપાડવાને લઈ કોઈ મર્યાદા નથી.
બાળકોના શિક્ષણ
તમે તમારા બાળકોના શિક્ષણ(ધોરણ-10 બાદ શિક્ષણ)ના ખર્ચાને પૂરા કરવા માટે પણ PFના પૈસાનો ઉપયોગ કરી શકે છે. EPFOના સભ્યની અવધિ દરમિયાન તમે શિક્ષણ(Education PF Advance Withdrawl) માટેની અવધિ 10 વખત એડવાન્સ ફંડ ઉપાડી શકે છે.
લગ્નના ખર્ચ
તમારી પોતાની, દિકરા-દીકરી, અથવા ભાઈ-બહેનના લગ્નને લગતા ખર્ચા માટે તમે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો.પૂરી નોકરી દરમિયાન આ સુવિધાનો લાભ વધારે (Marriage PF Advance Withrawal) 5 વખત ઉઠાવી શકાય છે.
4. ઘર ખરીદવું અથવા બનાવવું
EPFO હાઉસિંગ સંબંધિત ખર્ચ માટે એડવાન્સ ઉપાડની પણ મંજૂરી આપે છે. આ યોજના હેઠળ તમે નવા ઘર/પ્લોટની ખરીદી, ઘરના બાંધકામ, હોમ લોનની ચુકવણી અથવા તમારા ઘરના નવીનીકરણ (Renovation PF Advance withdrawal) માટે તમારા PF ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. તમે તમારા PF મુદત દરમિયાન આ હાઉસિંગ ખર્ચ માટે પાંચ વખત સુધી પૈસા ઉપાડી શકો છો.
5. વિશેષ પરિસ્થિતિ(Special Circumstances PF withdrawal)
PFમાંથી એડવાન્સ ચોક્કસ પરિસ્થિતિઓમાં પણ ઉપાડી શકાય છે (જેમ કે કુદરતી આફતો,કંપની બંધ થવી, વગેરે, જેમ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે).આ મર્યાદા નાણાકીય વર્ષમાં વધુમાં વધુ બે વખત નક્કી કરવામાં આવી છે.
EPFO ની નવીનતમ માર્ગદર્શિકા પ્રમાણે જો તમે 12 મહિના (અથવા એક વર્ષ) માટે EPFO સભ્ય છો તો તમે તમારા કુલ EPF બેલેન્સના મહત્તમ 75% ઉપાડી શકો છો.આ ઉપાડ ઉપરોક્ત કોઈપણ માન્ય કારણોસર કરી શકાય છે.
