EPFO Rules: PF ક્લેમ વારંવાર રિજેક્ટ થવાથી છો પરેશાન? અસ્વીકારથી બચવા આજે જ સુધારી લો આ ભૂલો

EPFO ઓનલાઈન પોર્ટલ દ્વારા ક્લેમની પ્રક્રિયા ખૂબ સરળ બનાવવામાં આવી છે, પરંતુ વિગતોમાં થતી નાની એવી ટેકનિકલ કે માનવસહજ ભૂલ પણ અરજી રદ થવાનું કારણ બની શકે છે. જો તમારો ક્લેમ પણ રદ થયો હોય, તો ફરીથી નવી અરજી કરતા પહેલા રદ થવાના મુખ્ય કારણો જાણવા અને તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 04 Oct 2026 11:47 AM (IST)Updated: Sun, 04 Oct 2026 11:47 AM (IST)
epfo-pf-claim-rejection-reasons-and-solutions-guide
EPFO PF રિજેક્શનના કારણો

EPFO PF Rejection Reasons: તબીબી ખર્ચ, પરિવારમાં લગ્ન પ્રસંગ, નવું ઘર ખરીદવું કે નોકરી બદલ્યા બાદની આર્થિક જરૂરિયાતો આવી વિવિધ સ્થિતિઓમાં કર્મચારીઓ પોતાના 'એમ્પ્લોઈઝ પ્રોવિડંત ફંડ' (EPFO) ખાતામાંથી નાણાં ઉપાડવા માટે ઓનલાઈન ક્લેમ ફાઈલ કરતા હોય છે. મુશ્કેલ સમયમાં જ્યારે કર્મચારીને પોતાના જ પૈસાની તાતી જરૂરિયાત હોય અને ત્યારે PF ક્લેમ રિજેક્ટ (નામંજૂર) થઈ જાય, તો તે ભારે ચિંતાનો વિષય બની જાય છે.

EPFO ઓનલાઈન પોર્ટલ દ્વારા ક્લેમની પ્રક્રિયા ખૂબ સરળ બનાવવામાં આવી છે, પરંતુ વિગતોમાં થતી નાની એવી ટેકનિકલ કે માનવસહજ ભૂલ પણ અરજી રદ થવાનું કારણ બની શકે છે. જો તમારો ક્લેમ પણ રદ થયો હોય, તો ફરીથી નવી અરજી કરતા પહેલા રદ થવાના મુખ્ય કારણો જાણવા અને તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી છે.

PF ક્લેમ રિજેક્ટ થવાના 10 મુખ્ય કારણો:

1) UAN અને ઓળખ કાર્ડની વિગતોમાં વિસંગતતા

તમારા 'યુનિવર્સલ એકાઉન્ટ નંબર' (UAN) અને સરકારી ઓળખ દસ્તાવેજોમાં નોંધાયેલી વિગતોનું એકસમાન હોવું ફરજિયાત છે. જો નામની જોડણી (સ્પેલિંગ), પિતાનું નામ કે જન્મ તારીખમાં સામાન્ય તફાવત હશે, તો સિસ્ટમ ચકાસણી દરમિયાન ક્લેમ અટકાવી દેશે.

2) બેંક ખાતાની ખોટી વિગતો

PFની રકમ EPFO સાથે લિંક થયેલા ચોક્કસ બેંક ખાતામાં જ જમા થાય છે. જો બેંક ખાતા નંબર, IFSC કોડ કે ખાતાધારકના નામમાં ફેરફાર અથવા ભૂલ હોય, તો નાણાં ટ્રાન્સફર થઈ શકતા નથી અને ક્લેમ રિજેક્ટ થાય છે.

3) બંધ કે નિષ્ક્રિય (Inactive) બેંક ખાતું

ઘણીવાર કર્મચારીઓ જૂનું કે બંધ થઈ ગયેલું બેંક ખાતું EPFO રેકોર્ડમાં અપડેટ રાખે છે. ખાતું નિષ્ક્રિય હોવાના કારણે બેંક દ્વારા ટ્રાન્ઝેક્શન રિજેક્ટ કરી દેવામાં આવે છે.

4) અધૂરી અથવા ચકાસણી વગરની KYC

EPFO પોર્ટલ પર ઓળખ પત્ર, PAN કાર્ડ અને બેંક એકાઉન્ટની KYC પ્રક્રિયા પૂર્ણ થયેલી અને એમ્પ્લોયર દ્વારા ડિજિટલી વેરિફાઈ થયેલી હોવી જોઈએ. અધૂરી KYCથી અરજી આગળ વધી શકતી નથી.

5) નામ અથવા જન્મ તારીખમાં ફેરફાર

ઓળખપત્ર, EPFO ડેટાબેઝ અને બેંક એકાઉન્ટ વચ્ચે જો નામ કે જન્મ તારીખ મેચ નહીં થાય, તો ઓટોમેટેડ સિસ્ટમ રેકોર્ડ્સને ફ્લેગ કરીને ક્લેમ રદ કરી દે છે.

6) કંપનીના (Employer) રેકોર્ડમાં ભૂલો

દરેક વખતે ભૂલ કર્મચારીની જ હોય તે જરૂરી નથી. કંપનીના HR વિભાગ દ્વારા નોકરીમાં જોડાયાની તારીખ (Date of Joining) કે નોકરી છોડ્યાની તારીખમાં ભૂલ લખાઈ હોય, તોપણ ક્લેમ પ્રક્રિયા અટકી જાય છે.

7) 'એક્ઝિટ ડેટ' (Date of Exit) અપડેટ ન હોવી

જો તમે નોકરી છોડી દીધી હોય અને PFનું પૂરેપૂરું ફંડ ઉપાડવા માગતા હોવ, તો EPFO પોર્ટલ પર નોકરી છોડ્યાની તારીખ (Date of Exit) દર્શાવેલી હોવી જરૂરી છે. કર્મચારી હવે પોતે પણ મેમ્બર પોર્ટલ પર લોગઈન કરીને આ તારીખ અપડેટ કરી શકે છે.

8) ખોટું ફોર્મ અથવા કારણ પસંદ કરવું

PF ઉપાડના અલગ-અલગ હેતુઓ માટે અલગ-અલગ ફોર્મ અને નિયમો હોય છે. દાખલ તરીકે, નોકરી ચાલુ હોય ત્યારે અડવાન્સ ઉપાડ માટેનું ફોર્મ અને નોકરી છોડ્યા પછી ફાઈનલ સેટલમેન્ટનું ફોર્મ અલગ હોય છે. ખોટો વિકલ્પ કે કારણ પસંદ કરવાથી અરજી ફગાવી દેવાય છે.

9) પેન્ડિંગ ક્લેમ અથવા ટ્રાન્સફર અટકેલું હોવું

જો તમારો અગાઉનો કોઈ ક્લેમ અથવા જૂની કંપનીમાંથી નવી કંપનીમાં PF ફંડ ટ્રાન્સફર કરવાની અરજી પેન્ડિંગ હોય, તો નવી અરજી પ્રોસેસ થતી નથી.

10) સ્પષ્ટ દસ્તાવેજ/કેન્સલ ચેક અપલોડ ન કરવો

ક્લેમ ફાઈલ કરતી વખતે અપલોડ કરવામાં આવતા બેંક પાસબુક કે કેન્સલ ચેકની ઈમેજ સ્પષ્ટ ન હોય, એકાઉન્ટ નંબર કે નામ વંચાતું ન હોય, તોપણ અધિકારીઓ દ્વારા ક્લેમ નામંજૂર કરવામાં આવે છે.

ક્લેમ રિજેક્ટ થાય તો હવે શું કરવું?

  • 1) કારણ જાણો: ક્લેમ રદ થયા પછી તરત જ નવી અરજી ન કરો. સૌપ્રથમ EPFO મેમ્બર પોર્ટલ પર લોગઈન કરી 'Claim Status' માં જઈ રિજેક્શનનું ચોક્કસ કારણ તપાસો.
  • 2) વિગતો સુધારો: જો નામ, જન્મ તારીખ કે બેંક એકાઉન્ટમાં ભૂલ હોય તો પોર્ટલ પર 'Joint Declaration' અથવા ઓનલાઈન કરાઉન્ડ ફોર્મ ભરીને વિગતો સુધારો.
  • 3) એમ્પ્લોયરનો સંપર્ક કરો: કંપનીના રેકોર્ડમાં ભૂલ હોય તો તમારા HR વિભાગનો સંપર્ક કરી ડેટા સુધરાવો.
  • 4) નવેસરથી અરજી કરો: તમામ વિગતો સાચી અને અપડેટ થઈ ગયા બાદ જ નવો ક્લેમ સબમિટ કરો.