EPFO News:EPFOએ ફરી વખત આપી મોટી ભેટ, હવે ગણતરીની મિનિટોમાં PF અકાઉન્ટમાં અપડેટ થશે આ વિગતો, લોંચ થઈ નવી સુવિધા

EPFO News: જો તમે PF ખાતામાં નામના સ્પેલિંગ, જન્મ તારીખ, પિતાનું નામ અથવા નોકરીને લગતી માહિતીમાં ભૂલ હોય તો તેને સુધારવા માટે તમે વારંવાર EPFO ઓફિસના ચક્કર લગાવવાની કોઈ જ જરૂર નથી.એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડ એટલે કે EPFO તેના સભ્યોને ઓનલાઈન જોઈન્ટ ડેક્લેરેશનની સુવિધા આપે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 12 Nov 2026 02:59 PM (IST)Updated: Thu, 12 Nov 2026 03:05 PM (IST)
epfo-offers-another-gift-now-these-details-in-your-pf-account-can-be-updated-from-home-in-just-minutes

EPFO News: જો તમે PF ખાતામાં નામના સ્પેલિંગ, જન્મ તારીખ, પિતાનું નામ અથવા નોકરીને લગતી માહિતીમાં ભૂલ હોય તો તેને સુધારવા માટે તમે વારંવાર EPFO ઓફિસના ચક્કર લગાવવાની કોઈ જ જરૂર નથી.એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડ એટલે કે EPFO તેના સભ્યોને ઓનલાઈન જોઈન્ટ ડેક્લેરેશનની સુવિધા આપે છે.

આ સુવિધા મારફતે કર્મચારી ઘરે બેઠા જ તેમના પ્રોવિડેન્ટ ફંડ અકાઉન્ટમાં નોંઘાયેલ ભૂલ માહિતીને સુધારવા માટે અરજી કરી શકે છે. EPFOએ તાજેતરમાં જ આ સુવિધાનો ઉપયોગની રીત છે.

કઈ વિગતોને યોગ્ય કરી શકાય છે

અનેક વખત નોકરી બદલવા, કંપની તરફથી માહિતી ભરવામાં ખામી અથવા રેકોર્ડ અપડેટ કરી શકાતા નથી તેને લીધે PF ખાતામાં બૂલ અંગે માહિતી નોંધાય છે. શરૂઆતમાં આ માહિતી નાની લાગે છે. જોકે આગળ જતા PFના પૈસા ઉપાડવા, એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા અથવા પેન્શનનો લાભ લેવામાં મુશ્કેલી સર્જી શકે છે.

  • કર્મચારીનું નામ
  • જન્મ તારીખ
  • પિતા કે પતિનું નામ
  • જોડાવાની તારીખ
  • બહાર નીકળવાની તારીખ
  • રોજગાર સંબંધિત અન્ય માહિતી

આ સુવિધાનો હેતુ કર્મચારીઓના પીએફ રેકોર્ડને સચોટ અને અદ્યતન રાખવાનો છે, જેથી ભવિષ્યમાં દાવાઓ અથવા ઉપાડમાં કોઈ મુશ્કેલી ન આવે.