EPF Interest: હજુ સુધી ખાતામાં નથી આવ્યા PF વ્યાજના નાણાં? તો આ રીતે ત્વરિત કરો ફરિયાદ; જુઓ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

EPFO દ્વારા આ અંગે સભ્યોને મોબાઈલ પર મેસેજ (SMS) પણ મોકલવામાં આવી રહ્યા છે. જોકે, SMS ન મળ્યો હોય તો પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે સિસ્ટમ અપડેટના કારણે ક્યારેક નોટિફિકેશન મળવામાં વિલંબ થઈ શકે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 25 Jul 2026 10:20 AM (IST)Updated: Sat, 25 Jul 2026 10:20 AM (IST)
epf-interest-credited-how-to-check-passbook-and-register-complaint-epfo
EPF Scheme 2026

EPF Interest Rate EPFO Credit: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પોતાના લાખો સભ્યોના EPF ખાતામાં વાર્ષિક વ્યાજની રકમ જમા કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. સભ્યો પોતાની પાસબુક ચકાસીને વ્યાજ જમા થયું છે કે નહીં તેની માહિતી મેળવી શકે છે. EPFO દ્વારા આ અંગે સભ્યોને મોબાઈલ પર મેસેજ (SMS) પણ મોકલવામાં આવી રહ્યા છે. જોકે, SMS ન મળ્યો હોય તો પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે સિસ્ટમ અપડેટના કારણે ક્યારેક નોટિફિકેશન મળવામાં વિલંબ થઈ શકે છે.

EPF પાસબુક અને બેલેન્સ ચેક કરવાની 3 આસાન રીતો

ફરિયાદ નોંધાવતા પહેલાં તમારી પાસબુક ચેક કરવી અત્યંત જરૂરી છે. તમે નીચે મુજબની સરળ રીતો દ્વારા બેલેન્સ જાણી શકો છો:

1) મિસ્ડ કોલ દ્વારા:

જો તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) પોર્ટલ પર એક્ટિવ છે અને બેંક એકાઉન્ટ, આધાર તથા PAN સાથે લિંક છે, તો તમારા રજિસ્ટર્ડ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપીને બેલેન્સ જાણી શકો છો. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.

2) SMS સે દ્વારા:

તમારા રજિસ્ટવાર્ડ મોબાઈલ નંબરથી 77382 99899 પર EPFOHO UAN ENG લખીને SMS મોકલો. (અહીં 'ENG' અંગ્રેજી ભાષા માટે છે. જો ગુજરાતી કે અન્ય ભાષામાં માહિતી જોઈતી હોય તો તે ભાષાના પ્રથમ ત્રણ અક્ષરો લખવાના રહેશે).

3) ઓનલાઈન પોર્ટલ અથવા UMANG એપ:

સભ્યો સીધા EPFO ના સત્તાવાર પોર્ટલ પર જઈને 'Member Passbook' વિકલ્પ પસંદ કરીને UAN અને પાસવર્ડથી લોગ ઈન કરી પોતાની પાસબુક જોઈ શકે છે. આ ઉપરાંત 'UMANG' મોબાઇલ એપ દ્વારા પણ પાસબુક જોઈ શકાય છે.

જો વ્યાજ જમા ન થયું હોય તો આ રીતે કરો ફરિયાદ

જો તમારી પાસબુકમાં વ્યાજ જમા થયાની એન્ટ્રી ન દેખાય, તો તમે બે રીતે તમારી ફરિયાદ નોંધાવી શકો છો:

ટોલ-ફ્રી હેલ્પલાઈન: તમે EPFO ની હેલ્પલાઈન નંબર 14470 અથવા 1800-118-005 પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

ઓનલાઈન પોર્ટલ (EPFiGMS):

1. સૌપ્રથમ સત્તાવાર પોર્ટલ epfigms.gov.in પર જાઓ.

2. ત્યાં 'Register Grievance' વિકલ્પ પર ક્લિક કરો.
3. તમને આપેલા વિકલ્પોમાંથી 'Other' વિકલ્પ પસંદ કરો.
4. 'Other' પર ક્લિક કરવાથી એક ફોર્મ ખુલશે, જેમાં માંગેલી જરૂરી વિગતો ભરીને તમે તમારી ફરિયાદ સબમિટ કરી શકો છો.