8th Pay Commission Updates:8માં પગાર પંચનો મુંબઈ પ્રવાસ પૂરો થઈ ગયો છે. પંચના સભ્યોએ 22 અને 23 ઓક્ટોબરના રોજ મુંબઈ પ્રવાસ દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓના પ્રતિનિધિઓ, યુનિયનો, પેન્શનર્સ ગ્રુપ અને અન્ય પક્ષો પાસેથી તેમના વિચારો જાણ્યા હતા. પંચે સરકારને પોતાની ભલામણો સોંપતા પહેલા દેશના વિવિધ શહેરોનો પ્રવાસ કર્યો છે. આશરે એક કરોડથી વધારે લોકોએ પગાર પંચ તરફથી યોગય ભલામણ કરવામાં આવે તેના પર નજર છે. સૌથી પહેલા ફિટમેન્ટ ફેક્ટર પર નજર રહેશે.
નવા ફિટમેન્ટ ફેક્ટરની HRO પર થશે અસર
આ સાથે એવો અંદાજ છે કે 8માં પગાર પંચ આગામી વર્ષ મે મહિના સુધી કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ સોંપી શકે છે. નવા ફિટમેન્ટ ફેક્ટરથી કર્મચારીઓના નવા બેઝીક પે નક્કી થશે. બેઝીક પે વધવા પ કર્મચારીઓના HRA જેવા બેનેફિટ્સ પણ વધી જશે. એમ્પ્લોઈઝ યુનિયન અને પેન્શનર્સ એસોસિએશને 3.83થી 4.00 ફિમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. જોકે, નિષ્ણાતોના મતે ફિટમેન્ટ ફેક્ટર 1.83થી 2.86 ટકા વચ્ચે રહી શકે છે.
નવા ફિટમેન્ટ ફેક્ટરથી બેઝીક પે વધશે
નવા ફિટમેન્ટ ફેક્ટર લાગુ થતા જ કર્મચારીઓના બેઝીક પે વધી જશે. તેની અસર હાઉસ રેન્ટ અકાઉન્સ (HRA) અને ડિયરનેસ અલાઉન્સ પર થઈ શકે છે. જ્યારે નવા પગાર પંચની ભલામણ લાગુ થવા પર DA 0 થઈ જાય છે. જોકે, HRA બેઝીક પે પ્રમાણે કેલ્ક્યુલેટ થાય છે, જેને નવા બેઝીક પેને લઈ સૌથી વધારે અસર HRA પર થશે.
અત્યારે HRAને લગતા નિયમ
અત્યારે HRA માટે શહેરોને ત્રણ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવેલ છે. X ક્લાસ અંતર્ગત મેટ્રો આવે છે. Y ક્લાસ અંતર્ગત મેટ્રો બાદ શહેર આવે છે. Z અંતર્ગત બાકી શહેર આવે છે. X શહેરમાં રહેનારા એમ્પ્લોઈઝના HRA બેઝીક PAYના 30 ટકા થાય છે. Y શહેરમાં રહેનાર એમ્પ્લોઈઝના HRA બેઝીક પેના 20 ટકા થાય છે.
