DA Hike 2026:શું દિવાળી પર ફરી વખત સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ-DA વધશે? AICPIના આંકડાથી મળ્યાં સ્પષ્ટ સંકેતો

તાજેતરમાં નાણાં મંત્રાલયે એપ્રિલમાં DA વધારવાની જાહેરાત કરી હતી. તે અંતર્ગત મોંઘવારી ભથ્થા 58 ટકાથી વધારી 60 ટકા કરવામાં આવ્યું હતું, જે 1લી જાન્યુઆરીથી લાગુ થયું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 01 Aug 2026 03:57 PM (IST)Updated: Sat, 01 Aug 2026 04:05 PM (IST)
dearness-allowanceda-hike-2026-second-da-hike-before-diwali-latest-update

Second DA Hike 2026:મોંઘવારી ભથ્થા (Dearness Allowance-DA) સરકારી કર્મચારીઓ તથા પેન્શનર્સને વધતી મોંઘવારીથી રાહત મળે તે માટે આપવામાં આવે છે. સામાન્ય રીતે સરકાર વર્ષમાં બે વખત તેની સમીક્ષા કરે છે અને સામાન્ય રીતે DAમાં વધારો કરવાની જાહેરાત માર્ચ તથા ઓક્ટોબર મહિનામાં કરવામાં આવતી હોય છે. આ વધારો જાન્યુઆરી અને જુલાઈથી જ લાગુ કરવામાં આવે છે.

તાજેતરમાં નાણાં મંત્રાલયે એપ્રિલમાં DA વધારવાની જાહેરાત કરી હતી. તે અંતર્ગત મોંઘવારી ભથ્થા 58 ટકાથી વધારી 60 ટકા કરવામાં આવ્યું હતું, જે 1લી જાન્યુઆરીથી લાગુ થયું. આ નિર્ણયનો ફાયદો 1 કરોડથી વધારે લોકોને મળ્યો છે. તેમાં આશરે 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ તથા આશરે 65 લાખ પેન્શનર્સનો સમાવેશ થાય છે. આ સાથે Dearness Relief-DRમાં વધારો કરવામાં આવ્યો છે.

AICPI-IWના આંકડા શું કહે છે

ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ (AICPI-IW)ની આંકડાકીય માહિતી બાદ સરકાર હવે નવી જાહેરાત કરી શકે છે. AICPI-IW ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવતા સામાન અને સર્વિસની કિંમતમાં ફેરફારના આધારે મોંઘવારીનું આંકલન કરવામાં આવે છે. ગયા મહિનાની આંકડાકીય માહિતી જોઈએ તો 3 ટકાથી 4 ટકા DA વધવાની શક્યતા હતી.

માર્ચ 2026માં AICPI-IW 149.1, એપ્રિલમાં 149.9 અને મે મહિનામાં 150.8 રહ્યો.જો આ ઝડપ યથાવત રહેશે તો જૂનના આંકડા આશરે 151.7 રહેવાનો અંદાજ છે.

આ ઉપરાંત જૂન 2026માં છૂટક ફુગાવો (Retail Inflation) વધીને 4.38 ટકા અને ખાદ્ય ફુગાવો (Food Inflation) 5.32 ટકા પહોંચી ગયો છે. જોકે અંતિમ નિર્ણય જૂન 2026ના AICPI-IWના આંકડા અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ લેવામાં આવશે.


તો શું દિવાળી પર મળશે DA વધવાની ભેટ

જો ઓગસ્ટ મહિનામાં DA વધવાની જાહેરાત ન કરવામાં આવે તો પણ વર્ષના બીજા છ મહિનામાં કર્મચારીઓને રાહત મળી શકે છે. ગયા વર્ષની સ્થિતિ જોતા ઓક્ટોબર 2025માં 3 ટકા DA વધારાને મંજૂરી આપી હતી. જેને લીધે મોંઘવારી ભથ્થા બેઝીક પગારના 53 ટકા સુધી થઈ ગયો હતો.

એવી જ રીતે વર્ષ 2024માં પણ સરકારે દિવાળી અગાઉ DA વધારવાની જાહેરાત કરી હતી. આ વર્ષે દિવાળી નવેમ્બર મહિનામાં છે. આ સંજોગોમાં આશા છે કે સરકાર ઓક્ટોબર અથવા નવેમ્બરમાં DA વધારવાની જાહેરત કરી શકે છે.