DA Arrears 2026: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર; આજે કેબિનેટ બેઠકમાં DA માં 3% વધારાને મળી શકે છે લીલી ઝંડી

આજે, 21 ઓક્ટોબરના રોજ યોજાનારી કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠકમાં DA માં 3% ના વધારાને મંજૂરી મળવાની પૂરતી શક્યતાઓ સેવાઈ રહી છે, જેનાથી કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 21 Oct 2026 02:01 PM (IST)Updated: Wed, 21 Oct 2026 02:01 PM (IST)
central-government-employees-da-hike-2026-cabinet-approval-expected-today
ડીએ વધારો 2026

DA Hike 2026: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આજે એક ખૂબ જ મહત્વનો દિવસ બની રહેવાનો છે. 1 જુલાઈ, 2026 થી લાગુ થનારા મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં વધારા અંગે આજે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આજે, 21 ઓક્ટોબરના રોજ યોજાનારી કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠકમાં DA માં 3% ના વધારાને મંજૂરી મળવાની પૂરતી શક્યતાઓ સેવાઈ રહી છે, જેનાથી કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.

કર્મચારી સંગઠનોમાં વિલંબને લઈને ચિંતા અને વિરોધ

DA ની જાહેરાતમાં સામાન્ય કરતાં વધુ વિલંબ થયો હોવાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. 'ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશન'ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. મનજીત સિંહ પટેલે જણાવ્યું હતું કે જાહેરાતમાં નોંધપાત્ર સમય વીતી ગયો હોવાથી આજે બુધવારે યોજાનારી કેબિનેટ બેઠક પર સૌની નજર છે.

બીજી તરફ, 'ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન'ના સચિવ સી. શ્રીકુમારે પણ આશા વ્યક્ત કરી હતી કે બેઠક પૂર્ણ થયા બાદ તુરંત જ DA વધારા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વિલંબના વિરોધમાં 'કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ' દ્વારા 16 ઓક્ટોબરે દેશભરમાં વિવિધ કાર્યસ્થળો પર લંચ બ્રેક દરમિયાન વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. આ મંડળે કેબિનેટ સચિવને પત્ર પાઠવીને 1 જુલાઈથી લાગુ થતા DA, DR અને તહેવારો માટેના બોનસની વહેલી તકે જાહેરાત કરવા માંગ કરી હતી. અત્રે જણાવવાનું કે સરકારે રેલવે કર્મચારીઓ માટે 'પર્ફોર્મન્સ-લિંક્ડ બોનસ' (PLB) ની જાહેરાત કરી દીધી છે, પરંતુ DA નો નિર્ણય હજુ પેન્ડિંગ હતો.

DA 60% થી વધીને 63% થવાની શક્યતા

કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનાથી લાગુ થાય તે રીતે વર્ષમાં બે વાર DA સુધારવામાં આવે છે. મોંઘવારી ભથ્થાની ગણતરી અગાઉના 12 મહિનાના સરેરાશ 'ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ' ના છૂટક ફુગાવાના ડેટાના આધારે કરવામાં આવે છે.

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 60% ના દરે DA મળી રહ્યું છે. વર્તમાન અંદાજો અને ફુગાવાના આંકડા દર્શાવે છે કે આ વખતે 3% નો વધારો ચોક્કસ થશે. જો કેબિનેટ તરફથી મંજૂરી આપવામાં આવે, તો કર્મચારીઓનું ભથ્થું 60% થી વધીને 63% થઈ જશે.

પગાર અને પેન્શન પર કેટલી અસર પડશે?

આ વધારાથી કર્મચારીઓના ખિસ્સામાં દર મહિને વધારાની રકમ આવશે.

ઉદાહરણ તરીકે: જો કોઈ કર્મચારીનો મૂળ પગાર (Basic Salary) ₹44,900 હોય, તો હાલના 60% DA મુજબ તેમને ₹26,940 DA પેટે મળતા હતા અને કુલ પગાર ₹71,840 થતો હતો.
જો DA વધીને 63% થાય, તો DA ની રકમ વધીને ₹28,287 થશે.
એટલે કે ₹44,900 નો બેઝિક પે ધરાવતા કર્મચારીના પગારમાં દર મહિને આશરે ₹1,347 નો સીધો વધારો થશે.

હવે તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો કેબિનેટ બેઠકની નિર્ણય આધારિત સત્તાવાર જાહેરાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.