Canara Robeco AMC:ભારતની બીજી સૌથી જૂની મ્યુચ્યુઅલ ફંડ કંપની કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની (કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર કંપની)એ ગુજરાતમાં ‘નિવેશ બસ યાત્રા’ની શરૂઆત કરી દીધી છે, જેનો ઉદ્દેશ રોકાણકારોને જાગૃત કરવાનો અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વિશે જાગૃતિ લાવવાનો છે.
આ વિશે કેનેરા રોબેકો AMCના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રજનીશ નરુલાએ કહ્યું હતું કે,અત્યારે નાણાકીય અને ધિરાણની પૃષ્ઠભૂમિ બદલાઈ રહી છે. તેમાં જેટલી સમજણ જરૂરી છે, એટલી જ જરૂર જાણકારીની છે. સુમાહિતગાર રોકાણકાર પોતાના માટે શ્રેષ્ઠ નિર્ણયો લે છે અને સાથે સાથે મજબૂત ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં પણ પ્રદાન આપે છે. અમે રોકાણ સાથે સંબંધિત જાણકારીને સરળ, સુલભ અને સરળતાપૂર્વક અમલ કરી શકાય એવી બનાવવા કટિબદ્ધ છીએ. નિવેશ બસ યાત્રાનો ઉદ્દેશ વિવિધ સમુદાયો સાથે સીધું જોડાણ સ્થાપિત કરીને તેમને નાણાકીય નિર્ણયો લેવા સક્ષમ બનાવવાનો છે. કેરળ, પંજાબ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, અસમ, મહારાષ્ટ્ર, ગોવા, હિમાચલપ્રદેશ, જમ્મુ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એનસીઆર એમ 17 રાજ્યોમાં પહોંચ્યા પછી હવે અમે ગુજરાતમાં વિવિધ શહેરોમાં વસતાં લોકો સાથે જોડાણ કરવા આતુર છીએ. અમે તેમને રોકાણની વિવિધ ધારણાઓ સરળતાપૂર્વક સમજાવવા, તેની સાથે સંબંધિત સામાન્ય ભ્રમ દૂર કરવા અને લાંબા ગાળાના નાણાકીય આયોજનને પ્રોત્સાહન આપવા આતુર છીએ.
કેનેરા રોબેકો AMCના ચીફ બિઝનેસ ઓફિસર ગૌરવ ગોયલે કહ્યું હતું અમે રોકાણકારોને વ્યવહારિક નાણાકીય જાણકારી આપીને અને તેને વધારે સુલભ બનાવીને તેમને સક્ષમ કરવા કટિબદ્ધ છીએ. આ નિવેશ બસ યાત્રા પાયાનાં સ્તરે લોકો સાથે સીધું જોડાણ સ્થાપિત કરીને અને રોકાણકારોને તેમને અનુકૂળ વાતાવરણમાં મળવાની અમારી કટિબદ્ધતાનું એક્ષ્ટેન્શન છે. અમારો ઉદ્દેશ સીધું જોડાણ સ્થાપિત કરીને તેમને વ્યવહારિક માર્ગદર્શન આપવાનો, સામાન્ય ગેરસમજણો કે ભ્રમ દૂર કરવાનો અને રોકાણકારોમાં લાંબા ગાળાના રોકાણની વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો છે.
કંપની આ પહેલ મારફતે મુખ્યત્વે ગાંધીનગર-અમદાવાદ અને ગુજરાતના મુખ્ય શહેરો તથા એની આસપાસના વિસ્તારોમાં વસતાં નાગરિકોમાં મ્યુચ્યુઅલ ફંડ વિશે રોકાણ કરવા તેમને નાણાકીય જાણકારી આપવા અને જાગૃતિ વધારવા આતુર છે. આ બસે અમદાવાદથી પોતાની સફરની શરૂઆત કરી છે અને ત્યારબાદ રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા અને સુરતની મુલાકાત લેશે, જ્યાં તમામ શહેરોના મુખ્ય વિસ્તારોમાં સમુદાયો સાથે જોડાણ કરીને તેમને મ્યુચ્યુઅલ ફંડ વિશે વિવિધ જાણકારી આપવામાં આવશે.
