SBI Life Smart Platina Plus:SBI લાઈફનું સ્માર્ટ પ્લેટિનમ પ્લસ એક નોન-લિંક્ડ સેવિંગ્સ પ્લાન છે.જે કોઈ જ પ્રકારના બજાર જોખમ વગર ગેરન્ટેડ રિટર્ન અને લાઈફ કવર આપે છે. સુરક્ષિત અને નિયત આવક મારફતે પોતાના લોંગ-ટર્મ ફાયનાન્શિયલ ગોલ્સને પૂરા કરવા માટે આ ખૂબ જ જરૂરી વિકલ્પ છે.
જો તમે કોઈ જ પ્રકારના બજાર જોખમ વગર એક નિયત અને સુરક્ષિત આવક મારફતે શોધી રહ્યા છે તો આ પ્લાન તમારા ફાયનાન્શિયલ ગોલ્સને પૂરા કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
SBI Life સ્માર્ટ પ્લેટિનમ પ્લસની વિશેષતા
આ પોલિસીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનું રિટર્ન સંપૂર્ણપણે ફિક્સ અને કોન્ટ્રેક્ચ્યુઅલ હોય છે. એટલે કે શેરબજારની ચાલની તેના પર કોઈ જ અસર થતી નથી.
પ્લાન ટાઈપઃ આ એક નોન-લિંક્ડ અને નોન-પાર લાઈફ ઈન્શ્યોરન્સ સેવિંગ્સ પ્લાન છેઃ
પ્લાન ટાઈપઃ તેમા બે મુખ્ય વિકલ્પ મળે છે-પ્રથમ ગેરન્ટેડ ઈનકમ ઓપ્શન (રેગ્યુલર ફિક્સ ઈનકમ માટે) અને અન્ય લાઈફ ઈનકમ ઓપ્શન (પે આઉટ પીરિયડના દરમિયાન રેગ્યુલર ગેરન્ટેડ ઈન્કમ)
પ્રીમીયમ ચુકવણીની અવધિ(PPT): પોલીસીધારક તેમની સુવિધા પ્રમાણે 6,7,8 અથવા 10 વર્ષ માટે પ્રીમીયમ ચુકવણી કરી શકે છે.
લઘુતમ વાર્ષિક પ્રીમિયમઃ આ યોજનાનો લાભ ઉઠાવવા માટે લઘુતમ વર્ષિક પ્રીમિયમ રૂપિયા 50,000 સુધી કરવામાં આવે છે.
લઘુતમ સમ એશ્યોર્ડઃ પ્લાન હેઠળ લઘુતમ વીમા રકમઃ રૂપિયા 5,50,000 છે.
પેઆઉટ ફ્રિકન્વીઃ રોકાણકાર તેમની જરૂરિયાત હિસાબથી આવકની ચુકવણી વાર્ષિક, છ માસિક, ત્રણ મહિના અથવા એક મહિનાના આધાર પર લઈ શકાય છે.
મેચ્યોરિટી અને ડેથ બેનિફિટ્સ
મેચ્યોરિટી બેનિફિટઃ પોલિસીની અવધિ પૂરી થાય ત્યારે રોકાણકારને કૂલ ચુકવવામાં આવેલ પ્રીમિયમના 110 ટકા હિસ્સો રિફંડ કરવામાં આવે છે.
ડેથ બેનિફિટઃ પોલિસીની અવધિ દરમિયાન પોલિસીધારકની કમનસીબે મૃત્યુના સંજોગોમાં નોમિનીને એક સાથે ડેથ બેનિફિટ મળે છે. આ ઉપરાંત ગેરન્ટેડ આવકના વિકલ્પ હેઠળ કમેન્સમેન્ટ બાદ પણ પેઆઉટ મળવાની જોગવાઈ રહે છે.
પોલિસી લોન સુવિધાઃ આર્થિક ઈમર્જન્સી સમય પોલિસીધારક સરેન્ડર વેલ્યુ કે જે ઓછામાં ઓછા 2 વર્ષ પૂરા પ્રીમિયમ ચુકવણી બાદ મળે છે, તેના 50 ટકા સુધી લોન મળી શકે છે
