Aadhaar Address Change: આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વના દસ્તાવેજો પૈકી એક બની ગયો છે. SIM કાર્ડ ખરીદવાથી લઈ બેંક સાથે સંકળાયેલ વિવિધ કામો સુધી આધારની જરૂર પડે છે. આ સંજોોગમાં આધારમાં નોંધાયેલ તમામ માહિતીને અપડેટ કરવી જરૂરી છે. જો તેમાં કોઈ માહિતી ભૂલ છે અથવા જૂની માહિતી છે તો તમારે કેટલાક કામ કરવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.
જો તમે તાજેતરમાં ઘર બદલ્યું છે અને આધાર કાર્ડમાં પણ નવું સરનામું અપડેટ નથી તો પરેશાન થવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ ઓનલાઈન રીતે આધારમાં તમારું સરનામું બદલવા માટે અરજી કરી શકો છે. ચાલો જાણીએ આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવાની ઓનલાઈન રીત કઈ છે.
આધારમાં તમારું સરનામું
- સૌથી પહેલા UIDAIની અધિકૃત MyAadhaar પોર્ટલ પર જાઓ
- તમારા આધાર નંબરને નોંધાવી
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જાઓ, OTPથી લોગ ઈન કરો.
- ત્યારબાદ એડ્રેસ અપડેટ કરવાનો વિકલ્પ પસંદ કરો
- તમારા નવા સરનામાને સાવધાનીથી ભરો
- માંગ પર ફોર્મેટમાં માન્ય એડ્રેસ પૂરાવા અપલોડ કરો
- તમામ માહિતી તપાસ બાદ અરજી પર સબમિટ કરો
- અરજી પૂરી કરવા પર રિકવેસ્ટ નંબર કાળજીપૂર્વક રાખો
- રિક્વેસ્ટ નંબર મારફતે અપડેટને લગતું સ્ટેટસ ચેક કરી શકાય છે.
એડ્રેસ અપડેટ માટે દસ્તાવેજ
- પાસપોર્ટ
- વોટર ID કાર્ડ
- બેંક સ્ટેટમેન્ટ
- વીજળી બિલ
- પાણીનું બિલ
- રાશન કાર્ડ
ખાસ વાત:
દસ્તાવેજ UIDAI તરફથી માન્ય હોવા જોઈએ. અરજી કરતા પહેલા અધિકૃત વેબસાઈટ પર અરજી સ્વીકારવા માટે દસ્તાવેજોની યાદી જરૂરી ચેક કરી લેવી જોઈએ. અરજી જમા કર્યાં બાદ તાત્કાલિક અપડેટ થતી થતું. UIDAI તરફથી આપવામાં આવેલ માહિતી અને દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવે છે. ત્યારબાદ એડ્રેસ અપડેટ કરવા મંજૂરી આપવામાં આવે છે.
