8th Pay Commission OPS vs NPS Demand:દેશમાં જ્યારથી 8માં પગાર પંચની રચના થઈ છે ત્યારથી સરકારી કર્મચારીઓમાં પગાર તથા પેન્શન વધારાને લઈ સતત ચર્ચા જોવા મળી રહી છે. કોઈ ફિટમેન્ટ ફેક્ટર અંગે વાત કરી રહ્યા છે તો કોઈ મોંઘવારી ભથ્થા સહિત વિવિધ પ્રકારના ભથ્થા અંગે વાત કરી રહ્યા છે. રિટાયર થઈ ચુકેલા કર્મચારીઓ વચ્ચે તો જૂની પેન્શન યોજના તથા નેશનલ પેન્શન સિસ્ટમને લઈ પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે.
ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળ રચવામાં આવેલ 8માં પાર પંચ તેની કામગીરીને લઈ ઝડપથી આગળ વધી રહેલ છે. 3 નવેમ્બર 2025ના રોજ રચવામાં આવેલ આ પંચને 10 મહિના પૂરા થઈ ગયા છે. દેશમાં વિવિધ શહેરોમાં કર્મચારી યુનિયનો અને એસોસિએશન સાથે સતત બેઠક કરી રહી છે. સપ્ટેમ્બરમાં પુડુચેરી અને ચંડીગઢમાં યોજાયેલ બેઠકો બાદ હવે 7 તથા 8 ઓક્ટોબરના રોજ બેંગ્લુરુમાં કર્મચારીઓની માંગને સાંભળવામાં આવશે.
કમિશનને તેનો અંતિમ અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જે મે-જૂન 2027 સુધીમાં સરકારને સુપરત કરી શકાય છે. ફિટમેન્ટ ફેક્ટર, પગાર સુધારણા અને ભથ્થાં ઉપરાંત, બેઠકોમાં સૌથી વધુ ગરમાગરમ મુદ્દો જૂની પેન્શન યોજના (OPS) વિરુદ્ધ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) રહ્યો છે.વર્ષ 2004 પછી સેવામાં જોડાયેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર સંગઠનો હવે ગેરંટીડ પેન્શન ની માંગ કરી રહ્યા છે.
દેશભરના કર્મચારી સંગઠનો વર્ષ 2004 પછી ભરતી થયેલા કર્મચારીઓ માટે શરૂ કરાયેલી ફાળો આપતી પેન્શન સિસ્ટમથી અસંતુષ્ટ છે. 8મા પગાર પંચને સુપરત કરાયેલા મેમોરેન્ડમમાં કર્મચારી સંગઠનોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે વર્તમાન બજાર-આધારિત વળતર યોજનાઓ તેમના અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવામાં સંપૂર્ણપણે બિનઅસરકારક સાબિત થઈ રહી છે.
પગાર પંચ દેશભરના વિવિધ ઝોનની મુલાકાત લઈ રહ્યું છે જેથી તમામ હિસ્સેદારોને સાંભળવામાં આવે. આ બેઠકોમાં, ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો, લઘુત્તમ વેતનમાં વધારો અને પેન્શન સમાનતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રજૂઆતો પ્રાપ્ત થઈ છે.કમિશન મે-જૂન 2027 સુધીમાં કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. આ પછી, જો સરકાર ભલામણોને મંજૂરી આપે છે, તો તેનો અમલ કરવામાં આવશે. હવે સૌથી મોટો પ્રશ્ન એ રહે છે: શું કેન્દ્ર સરકાર NPS/UPS જેવા હાલના ફાળો આપનારા માળખાને મજબૂત બનાવશે, કે પછી કર્મચારી સંગઠનોના તીવ્ર દબાણ હેઠળ, પેન્શન માળખામાં ક્રાંતિકારી ફેરફારો લાવશે.
