8th Pay Commission Meeting: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ (8th Pay Commission) અંગેના મહત્વના સમાચાર સામે આવ્યા છે. 8મા પગાર પંચની 3 દિવસીય મોટી બેઠક દક્ષિણ ભારતમાં શરૂ થઈ રહી છે. પ્રથમ વખત આયોગની ટીમ દક્ષિણ ભારતના પ્રવાસે પહોંચી છે, જ્યાં 7 અને 8 સપ્ટેમ્બરે ચેન્નાઈ ખાતે બેઠક યોજાયા બાદ 9 સપ્ટેમ્બરે પુડુચેરીમાં આયોગ કર્મચારીઓ તેમજ પેન્શનરો સાથે જોડાયેલા સંગઠનોને મળશે. આ અગાઉ દિલ્હી અને લખનૌ જેવા શહેરોમાં આવી બેઠકો યોજાઈ ચૂકી છે.
મીટિંગનો મુખ્ય એજન્ડા અને સંગઠનોની માંગ જાણો
આ પણ વાંચો
આ બેઠકના મુખ્ય એજન્ડામાં ફિટમેન્ટ ફેક્ટર, ડીએ (DA), મકાન ભાડા ભથ્થું (HRA) અને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ (Annual Increment) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર નીતિ પર પણ વાતચીત થવાની શક્યતા છે.
વાર્ષિક ઇન્ક્રીમેન્ટ વધારવા માટે વિવિધ મંડળો દ્વારા જોરદાર માંગ કરવામાં આવી રહી છે. જેમાં NC-JCM, ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન અને નેશનલ પોસ્ટેલ ઓર્ગેનાઈઝેશને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 6 ટકા કરવાની માંગ કરી છે. અને ઓલ ઈન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 7 ટકા કરવાની સૌથી મોટી માંગ.
કર્મચારીઓના પગાર પર શું પડશે અસર?
7મા પગાર પંચ મુજબ લેવલ 1 ના કર્મચારીનો લઘુત્તમ મૂળ પગાર રૂ. 18,000 છે. જો વાર્ષિક 3 ટકા ઇન્ક્રીમેન્ટ મળે તો 10 વર્ષ બાદ પણ બેસિક પે માત્ર રૂ. 23,500 સુધી પહોંચે છે, એટલે કે 10 વર્ષમાં માત્ર રૂ. 5,500 નો ફાયદો થાય છે.
જો 8મા પગાર પંચમાં 2.15 ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરાય, તો લેવલ 8 ના કર્મચારીનો બેસિક પે રૂ. 47,600 થી વધીને રૂ. 1,02,340 થઈ શકે છે.
- 3% ઇન્ક્રીમેન્ટ પર: 10 વર્ષ પછી વાર્ષિક પગાર રૂ. 16,02,366 થાય.
- 5% ઇન્ક્રીમેન્ટ પર: 10 વર્ષ પછી વાર્ષિક પગાર રૂ. 19,05,155 થાય (સીધો રૂ. 3 લાખનો ફાયદો).
- 7% ઇન્ક્રીમેન્ટ પર: 10 વર્ષ પછી લેવલ 8 ના કર્મચારીનો વાર્ષિક પગાર વધીને રૂ. 22,57,775 સુધી પહોંચી શકે છે, જેનાથી કર્મચારીને સીધો રૂ. 6 લાખ સુધીનો ફાયદો થશે.
