8th Pay Commission Salary Hike Update: કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ (8th Pay Commission) ને લગતી પ્રવૃત્તિઓ હવે પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. પંચ હાલમાં દેશભરના વિવિધ કર્મચારી સંગઠનો, પેન્શનર એસોસિએશનો તથા રેલ્વે અને સંરક્ષણ દળોના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી રહ્યું છે. ચંદીગઢ, ચેન્નાઈ અને પુડુચેરીમાં તાજેતરમાં યોજાયેલી બેઠકો બાદ પંચની ટીમ હવે આગામી મહિને બેંગલુરુની મુલાકાત લેવાની છે. આ ભલામણો લાગુ થતાં જ કર્મચારીઓના પગાર અને પેન્શન માળખામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળશે.
પગાર વધારાના 4 મુખ્ય આધારસ્તંભો
કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ 'ટર્મ્સ ઓફ રેફરન્સ' (ToR) હેઠળ 8મું પગાર પંચ મુખ્યત્વે ચાર ઘટકોના આધારે પગાર, ભથ્થાં અને પેન્શન માળખાની સમીક્ષા કરી રહ્યું છે:
- 1) મૂળ પગાર (Basic Pay): નવું પગાર મેટ્રિક્સ અને ફિટમેન્ટ ફેક્ટર.
- 2) ભથ્થાં: મોંઘવારી ભથ્થું (DA/DR), ઘર ભાડા ભથ્થું (HRA) અને મુસાફરી ભથ્થું (TA).
- 3) રોકડ અને અન્ય લાભો: વાર્ષિક ઈન્ક્રીમેન્ટ, પ્રમોશન અને પરફોર્મન્સ પ્રોત્સાહનો.
- 4) માળખાકીય સુધારા: વિવિધ હોદ્દાઓનું તર્કસંગતકરણ (Rationalization).
મૂળ પગારમાં DA ભેળવવાની અને HRA વધારવાની માંગ
કર્મચારી સંગઠનો દ્વારા મોંઘવારી ભથ્થા (DA) ને મૂળ પગાર સાથે જોડવાની સતત માંગ કરવામાં આવી રહી છે, જેનાથી પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અને ગ્રેચ્યુઈટી જેવા નિવૃત્તિ લાભોમાં મોટો વધારો થશે. આ ઉપરાંત, 2017 પછી HRA ના દરોમાં કોઈ ફેરફાર ન થયો હોવાથી, 'X' શ્રેણીના શહેરો માટે 36%, 'Y' શ્રેણી માટે 24% અને 'Z' શ્રેણી માટે ૧૨% HRA કરવાનો પ્રસ્તાવ મુકાયો છે.
ફિટમેન્ટ ફેક્ટર અને અમલીકરણની સમયસીમા
7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, જ્યારે 8મા પગાર પંચમાં તે 2.28 થી 3.83 ની વચ્ચે રહેવાની ધારણા છે. જો ફિટમેન્ટ ફેક્ટર 3.68 કે 3.83 સુધી પહોંચશે, તો કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારમાં રેકોર્ડબ્રેક વધારો થશે. પંચને તેની આખરી ભલામણો રજૂ કરવા મે 2027 સુધીનો સમય અપાયો છે, પરંતુ કેટલીક વચગાળાની ભલામણો 2027 ની શરૂઆતમાં આવી શકે છે. સંપૂર્ણ અહેવાલ લાગુ થવામાં અને એરિયર્સ ચૂકવવામાં 2029 કે 2030 સુધીનો સમય લાગવાની શક્યતા છે.
