8th Pay Commission:વર્ષમાં 4 વખત વધે DA, 25 ટકા પર બેઝીક પગારમાં મર્જર કરવાની માંગ; 16-18 સપ્ટેમ્બરની બેઠક પર કર્મચારીઓની નજર

લગભગ બધી સંસ્થાઓએ ફિટમેન્ટ ફેક્ટર વધારે રાખવાની માંગણી કરી છે.કેટલાકે 3.84 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી છે. વધુમાં ફેમિલી યુનિટ 3 થી વધારીને 5 કરવાની માંગણીઓ થઈ રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 15 Sep 2026 12:39 AM (IST)Updated: Tue, 15 Sep 2026 12:39 AM (IST)
8th-pay-commission-key-demands-da-merger-with-basic-pay-on-25-per-cent-next-meeting-1618-september

8th Pay Commission:8માં પગાર પંચ(8th Pay Commission)ની મીટિંગ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈ ખાતે યોજાઈ. ત્યારબાદ આ પંચ પુડુચેરી પહોંચી. જ્યાં પેન્શનર્સ અને કર્મચારીઓના સંગઠનો સાથે બેઠક યોજાઈ. આ બેઠક 9 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. હવે Pay Commissionની બેઠક 16થી 18 ઓગસ્ટના રોજ ચંડીગઢમાં યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓના સંગઠનોની ભલામણ ફિટમેન્ટ, HRA, DA વગેરેને લઈ સતત માંગ કરવામાં આવી રહી છે.

4 વખત વધ્યાં DA (8th Pay Commission DA demands)

કેટલાક કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ હેઠળ DAમાં ચાર ગણો વધારો કરવાની માંગ કરી છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરવામાં આવે છે. પહેલો વધારો જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં થાય છે.

25 ટકા પર બેસિક પેમાં મર્જર (8th Pay Commission basic pay)

નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM), ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન અને ઓલ ઈન્ડિયા ન્યૂઝ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા પગાર પંચ સમક્ષ ડીએ અંગે અલગથી માંગણી કરવામાં આવી છે. આ સંગઠનોએ માંગ કરી છે કે જો ડીએ 25 ટકા સુધી પહોંચે છે, તો તેને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે. હાલમાં મોંઘવારી ભથ્થું કોઈપણ તબક્કે મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવતું નથી. એ નોંધવું જોઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વર્તમાન મોંઘવારી ભથ્થું 62 ટકા છે.

ઈન્ડિયન રેલ્વે સુપરવાઇઝર્સ એસોસિએશન અને પ્રોગ્રેસિવ ટીચર્સ જસ્ટિસ ફોરમે 50 ટકા DA હોય તો બેઝિકમાં મર્જરની માંગ કરી છે.

વાર્ષિક પગાર વધારામાં વધારો કરવાની માંગ

NC-JCM એ 6 ટકા વાર્ષિક પગાર વધારાનો દાવો કર્યો છે. નેશનલ ફેડરેશન ઓફ પોસ્ટલ એમ્પ્લોયીઝે પણ 6 ટકા વાર્ષિક પગાર વધારાની માંગ કરી છે. ઓલ ઈન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોયીઝ ફેડરેશન દ્વારા 7 ટકા વાર્ષિક પગાર વધારાની માંગ કરવામાં આવી છે.

ફિટમેન્ટ ફેક્ટર,ફેમિલી યુનિટ (fitment Factors) વધારવાની માંગણી

લગભગ બધી સંસ્થાઓએ ફિટમેન્ટ ફેક્ટર વધારે રાખવાની માંગણી કરી છે.કેટલાકે 3.84 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી છે. વધુમાં ફેમિલી યુનિટ 3 થી વધારીને 5 કરવાની માંગણીઓ થઈ રહી છે.અત્રે નોંધવું જોઈએ કે કર્મચારીઓનો પગાર ફિટમેન્ટ ફેક્ટરના પ્રમાણમાં વધશે.તેથી ધારો કે 4 નું ફિટમેન્ટ ફેક્ટર સ્થાપિત થાય છે તો લેવલ 1 કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા 18,000થી વધીને રૂપિયા 72,000 થઈ શકે છે.