8th Pay Commission:બેઝીક પગાર રૂપિયા 69000 કરવા માંગ, પેન્શન પણ વધારી 67 ટકા અને HRA 40 ટકા કરવા થઈ રજૂઆત

વર્તમાન સમયમાં બેઝીક પગાર રૂપિયા 18000થી વધારીને રૂપિયા 69000 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ માટે ફિટમેન્ટ ફેક્ટર 3.833 કરવાની માંગ રજૂ કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 06 Nov 2026 02:51 PM (IST)Updated: Fri, 06 Nov 2026 02:55 PM (IST)
8th-pay-commission-demand-to-set-basic-salary-at-rs-69000-seeking-increase-in-pension-to-67-per-cent-and-hra-to-40-per-cent

8th Pay Commission:નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેન્ટીવ મશીનરી(NC-JCM)એ 8માં પગાર પંચ સમક્ષ કેટલીક મહત્વની દરખાસ્ત રજૂ કરી છે. આ પૈકી મિનિમ બેઝીક પગાર રૂપિયા 18000થી વધારીને રૂપિયા 69,000 કરવો તથા પેન્શનને અંતિમ પગારના 67 ટકા કરવાની માંગ કરવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વર્ષ 2004 બાદ ભરતી થયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના(OPS) અમલી બનાવવા, 30 વર્ષની સર્વિસમાં ઓછામાં ઓછા 5 પ્રમોશન અથવા ફાયનાન્શિયલ અપગ્રેડેશન, ગ્રેચ્યુટીન મહત્તમ મર્યાદાનો અંત લાવવા, પુરુષ કર્મચારીઓને 45 દિવસ પેટર્નિટી લીવ, માતા-પિતાની દેખરેખ માટે 60 દિવસની રજા તથા શૈક્ષણિક ભથ્થા અને મેડિકલ સુવિધામાં વધારો કરવા જેવી માંગનો સમાવેશ થાય છે.

8માં પગાર પંચની કઈ કઈ મોટી માંગ છે તે જાણો

લઘુતમ પગાર રૂપિયા 69,000 કરવાની માંગ

વર્તમાન સમયમાં બેઝીક પગાર રૂપિયા 18000થી વધારીને રૂપિયા 69000 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ માટે ફિટમેન્ટ ફેક્ટર 3.833 કરવાની માંગ રજૂ કરી છે.

પેન્શન 67 ટકા કરવાની માંગ

વર્તમાન સમયમાં અંતિમ પગારના 50 ટકા છે. જે સૂચિત પેન્શન અંતિમ પગારના 67 ટકા તથા ફેમિલી પેન્શન 30 ટકાથી વધારી 50 ટકા કરવાની દરખાસ્ત રજૂ કરી છે.

પગાર લેવલને પણ મર્જ કરવાની માંગ ઉઠી છે. સૂચિત પે સ્કેલની વાત કરીએ તો વર્તમાન લેવલ 1 પે મેટ્રિક્સ 18000-56900થી વધારીને રૂપિયા 69000 કરવાની દરખાસ્ત કરી છે. લેવલ બે અને ત્રણને મર્જ કરીને પે સ્કેલ-2 અંગે પ્રસ્તાવ કર્યો છે. તેને વર્તમાન પે મેટ્રિક્સ 21700થી 69100 છે. જ્યારે ઓછામાં ઓછા રૂપિયા 83,200 કરવાની દરખાસ્ત છે.

આ સાથે પે સ્કેલ 3 વર્તમાન લેવલ 4 અને 5 મર્જ કરી લઘુતમ બેઝીક સેલરી રૂપિયા 112000 કરવાની પણ દરખાસ્ત છે. Pay Scale 4માં લેવલ 6 મર્જ કરી બેઝીક સેલરી રૂપિયા 135700 કરવાની દરખાસ્ત છે. જ્યારે પે સ્કેલ 5ને લેવલ 7 અને 8ને મર્જ કરવાની દરખાસ્ત છે.