8th Pay Commission: શું કર્મચારીઓનો પગાર રૂપિયા 65000થી રૂપિયા 72000 સુધી પહોંચી જશે, 8માં પગાર પંચમાં થઈ સૌથી મોટી માંગ

8th Pay Commission:કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના વિવિધ યુનિયનો દ્વારા તેમની રજૂઆતો તથા માંગ 8માં પગાર પંચ સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે. આ રજૂઆતમાં મોંઘવારી ભથ્થાથી લઈ ફિટમેન્ટ ફેક્ટર(Fitment Factor) સુધીની વિવિધ માંગ રજૂ કરવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 05 Nov 2026 01:34 PM (IST)Updated: Thu, 05 Nov 2026 02:16 PM (IST)
will-basic-salary-of-government-employees-reach-rs-65000-rs-72000-major-demand-for-the-8th-pay-commission
8th Pay Commission News

8th Pay Commission:કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના વિવિધ યુનિયનો દ્વારા તેમની રજૂઆતો તથા માંગ 8માં પગાર પંચ સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે. આ રજૂઆતમાં મોંઘવારી ભથ્થાથી લઈ ફિટમેન્ટ ફેક્ટર(Fitment Factor) સુધીની વિવિધ માંગ રજૂ કરવામાં આવી છે. સૌથી મોટી માંગ તો 4.0 ફિટમેન્ટ ફેક્ટર અંગે કરવામાં આવી છે, જેના આધાર પર લઘુતમ પગાર રૂપિયા 72,000 સુધી કરવામાં આવી છે.

એવી જ રીતે અન્ય સંગઠનો તરફથી પણ 3.61 અને 3.8333 જેવા મલ્ટીપલ સૂચનો આપવામાં આવ્યા છે. હવે પ્રશ્ન એ છે કે કર્મચારી સંગઠનો 3.61થી લઈ 4.00 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની કેમ માંગ કરી રહ્યા છે. આ દરખાસ્તને આધારે રૂપિયા 18 હજારના વર્તમાન લઘુતમ બેઝીક પગાર કેટલો થઈ શકે છે તે પણ ચર્ચાનો મુદ્દો છે.

8માં પગાર પંચ સમક્ષ કઈ જવાબદારી

8માં પગાર પંચ (8th Pay Commission) સમક્ષ ટર્મ્સ ઓફ રેફરન્સ (Terms Of Reference) પ્રમાણે પંચને કેન્દ્ર સરકાર સમક્ષ પોતાનો અંતિમ અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

પગાર પંચ અને અન્ય યોગ્યતા ધરાવતી સંસ્થાઓ આ અંગે યોગ્ય વિચાર કરશે. તેમના કાર્યક્ષેત્રમાં પગાર સંબંધિત સુધારા, ભથ્થા, પેન્શન, ગ્રેચ્યુટી, પેન્શન કમ્યુટેશન અને કર્મચારી સાથે સંકળાયેલ અન્ય મુદ્દાનો પણ સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાં એક શબ્દ સૌથી વધારે ચર્ચાય છે અને તે છે Fitment Factor.

ભારતીય પ્રતિકારક્ષા મજૂર સંઘ દ્વારા સૌથી વધારે 4.00 ફિટમેન્ટ ફેક્ટરની માંગ રજૂ કરવામાં આવી છે. જો વર્તમાન લઘુતમ બેઝીક પગાર રૂપિયા 18000 પર લાગુ થાય છે તો તેનું ગણિત 18000 X 4.00 =72,000 થશે. અલબત BPMSના પ્રસ્તાવના આધાર પર લઘુતમ પગાર રૂપિયા 72 હજાર થઈ શકે છે. આ માંગ પાછળ સંગઠન દ્વારા વર્ષ 2016-2027થી વર્ષ 2024-2025 વચ્ચે વ્યક્તિદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં વધારો, વર્તમાન પગાર તથા મોંઘવારી ભથ્થા સાથે 5 સભ્યાના પરિવારની જરૂરિયાતો જેવા આધારનો સમાવેશ કરવામાં આવ્યો હતો.