8th Pay Commission: 8માં પગાર પંચની રચના ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કરવામાં આવી હતી અને તેની પાસે કૂલ 18 મહિનાનો સમય હતો. આ પૈકી અત્યારે 10 મહિના પૂરા થઈ ગયા છે. હવે પગાર પંચ પાસે 8 માહિનાનો સમય બાકી છે. આ સંજોગોમાં પ્રશ્ન થાય છે કે આ 10 મહિનામં શુ-શુ કરવામાં આવ્યું.
ફિટમેન્ટ ફેક્ટર વધારવા પર વિશેષ ભાર (8th Pay Commission fitment Factor)
આ પણ વાંચો
8માં પગાર પંચ(8th Pay Commission)માં કર્મચારીઓ અને પેન્શનર્સને લગતી બેઠકોમાં વધુ ફિટમેન્ટ ફેક્ટરને લગતી માંગ થઈ છે. કેટલાક સંગઠનોએ તો આશરે 4 નજીક ફિટમેન્ટ ફેક્ટરની માંગ 8માં પગાર પંચ સમક્ષ રજૂ કરી છે.કેટલાક સંગઠનોએ તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) 25 ટકા સુધી પહોંચે તો તેને બેઝીક પગારમાં વિલિન કરવાની પણ માંગ કરી છે. વર્તમાન સમયમાં આવો કોઈ નિયમ નથી. કેન્દ્રીય કર્મચારીઓના બેઝીક પગાર 60 ટકા છે. આ ઉપરાંત સંગઠનોએ પંચ સમક્ષ માંગ કરી છે કે દરેક 6 મિને ડેટા હિસાબથી DA અંગે નિર્ણય થાય. વર્તમાન સમયમાં સરેરાશ 12 મહિને સરેરાશ જોવા મળે છે.
આગામી બેઠક હવે બેંગલુરુમાં
8મા નાણાપંચની આગામી બેઠક 7 અને 8 ઓક્ટોબરે બેંગલુરુમાં યોજાવાની છે. ત્યારબાદ 8મા પગારપંચની બેઠકો કેટલાક અન્ય રાજ્યોમાં પણ યોજાવાની છે.
DAને લઈ વિવિધ માંગ(8th Pay Commission DA demands list)
કેટલાક સંગઠનોએ માંગ કરી છે કે કર્મચારીઓનો DA 25 ટકા થાય ત્યારે તેમના મૂળ પગારમાં ઉમેરવામાં આવે. હાલમાં આવો કોઈ નિયમ નથી. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો મૂળ પગાર 60 ટકા છે. વધુમાં સંગઠનોએ માંગ કરી છે કે કમિશન દર છ મહિને ડેટાના આધારે ડીએ નક્કી કરે. હાલમાં તે 12-મહિનાની સરેરાશ પર આધારિત છે.
HRA વધારવાની માંગ
સંસ્થાઓએ પણ એન્ટ્રી-લેવલ કર્મચારીઓ માટે ઉચ્ચ HRAની માંગ કરી છે. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં હાલનો HRA તેમના માટે અપૂરતો છે. વધુમાં એન્ટ્રી-લેવલ કર્મચારીઓને જોડીને એક નવું સ્તર બનાવવું જોઈએ.
અનેક શહેરોમાં બેઠક (8th Pay Commission next meeting)
પગાર પંચ વિવિધ શહેરોમાં સતત બેઠકોનું આયોજન કરી રહ્યું છે. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ચંદીગઢમાં આયોગની બેઠક મળી હતી. તે પહેલા પગાર પંચે ચેન્નાઈ અને પુડુચેરીમાં પણ બેઠકોનું આયોજન કર્યું હતું. વધુમાં આયોગે દિલ્હી, લખનૌ, ભુવનેશ્વર, કોલકાતા અને જમ્મુમાં બેઠકોનું આયોજન કર્યું છે.
