8માં પગાર પંચ સમક્ષ 20 વર્ષ જૂની માંગ સામે આવી, શું કર્મચારીઓને મળશે ભેટ?

કેન્દ્રીય કર્મચારીઓ માટે રચવામાં આવેલ 8માં પગાર પંચની ભલામણોને લઈ કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે. આ અગાઉ પગાર પંચની સમક્ષ વિવિધ પક્ષકારો દ્વારા વિવિધ દરખાસ્ત કરવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 29 Oct 2026 03:30 PM (IST)Updated: Thu, 29 Oct 2026 03:30 PM (IST)
20yearold-demand-placed-before-8th-pay-commission-gift-for-central-government-employees
8th Pay Commission Update 06 August 2026

8th Pay Commission latest:કેન્દ્રીય કર્મચારીઓ માટે રચવામાં આવેલ 8માં પગાર પંચની ભલામણોને લઈ કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે. આ અગાઉ પગાર પંચની સમક્ષ વિવિધ પક્ષકારો દ્વારા વિવિધ દરખાસ્ત કરવામાં આવી છે. આ અગાઉ પગાર પંચ સમક્ષ વિવિધ પ્રકારના પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા. આ પૈકી કેટલાક એવા પ્રસ્તાવ છે કે જેને 20 વર્ષ અગાઉ નકારી દેવામાં આવેલ છે.

હકીકતમાં આ પ્રસ્તાવ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા(DA) અને મોંઘવારી રાહત (DR) સાથે સંકળાયેલ છે. કર્મચારી સંગઠનોએ 8માં પગાર પંચ સમક્ષ વિવિધ માંગ રજૂ કરી છે. જેમાં મોંઘવારી ભથ્થાને દર છ મહિને આપવાને બદલે ત્રણ મહિને આપવા અંગે સુધારો કરવા માંગ કરી છે. આ ઉપરાંત અન્ય કેટલીક મહત્વની રજૂઆત પણ કરવામાં આવી છે.

શું તર્ક રજૂ કરવામાં આવેલ છે

કર્મચારી સંગઠનોની માંગ છે કે મોંઘવારીમાં ફેરફારની અસર ટૂંક સમયમાં કર્મચારીઓના પગાર અને પેન્શનમાં જોવા મળવી જોઈએ. આ માટે DAની સમીક્ષા દરેક ત્રણ મહિનામાં જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 7માં પગાર પંચની ભલામણ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના DA વર્ષમાં બે વખત સુધારા થાય છે. પહેલો સુધારો 1લી જાન્યુઆરી અને બીજો સુધારો 1લી જુલાઈથી લાગુ થાય છે.

DAને આવક વેરા ટેક્સમાંથી છૂટની માંગ

DAને આવક વેરામાંથી મુક્તિ આપવાને લગતી દરખાસ્ત છે. ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઈઝેશન(FNPO)નું કહેવું છે કે DA,HRA અને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ જેવા ભથ્થા વધતી મોંઘવારી અને જીવન નિરવાહને લગતા ખર્ચની ભરપાઈ કરવા માટે છે. તેના પર ટેક્સ લગાવવો જોઈએ નહીં.

આ આધાર પર FNPOએ DAને કરવેરા યોગ્ય આવકથી બહાર રાખવાની માંગ કરી છે. અત્યારે તો પગાર પંચની ભલામણની રાહ જોવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે પગાર પંચ કઈ માંગને પોતાના અહેવાલમાં સ્થાન આપે છે.