EPS Pension Hike:12 વર્ષ બાદ પેન્શન રૂપિયા એક હજારથી વધી 3000 થાય તેવી શક્યતા, EPFO 19 નવેમ્બરે મંજૂરી આપે તેવી શક્યતા

જો તમે EPFOના સભ્ય છો અને ભવિષ્યમાં મળનાર પેન્શનને લઈ ચિંતિત હોય તો આ માહિતી તમારા માટે મહત્વની છે. એમ્પ્લોઈઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ની આગામી 240મી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ(CBT)ની બેઠકને લઈ વ્યાપક ચર્ચા થઈ રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 11 Nov 2026 09:43 AM (IST)Updated: Wed, 11 Nov 2026 09:51 AM (IST)
pension-likely-to-increase-from-rs-1000-to-rs-3000-after-12-years-epfo-expected-to-grant-approval-on-november-19

EPS Pension Hike:જો તમે EPFOના સભ્ય છો અને ભવિષ્યમાં મળનાર પેન્શનને લઈ ચિંતિત હોય તો આ માહિતી તમારા માટે મહત્વની છે. એમ્પ્લોઈઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ની આગામી 240મી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ(CBT)ની બેઠકને લઈ વ્યાપક ચર્ચા થઈ રહી છે.

જાહેર કરવામાં આવેલ પત્ર પ્રમાણે આ બેઠક 19 નવેમ્બરના રોજ યોજાશે. આ બેઠકના એજન્ડા વિશે ચર્ચા કરીએ તો સરકાર કર્મચારીઓની લઘુતમ EPS પેન્શન વર્તમાન રૂપિયા 1000થી વધારી રૂપિયા 3000 કરી શકે છે. મીડિયા અહેવાલ પ્રમાણે શ્રમ મંત્રાલયે નાણાં મંત્રાલયને આ અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરવા સહમતી કેળવી લીધી છે.

હવે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે કે આ બેઠકમાં લઘુતમ EPS પેન્શનના મુદ્દે એક અલગ એજન્ડાનો સમાવેશ થઈ શકે છે. જોકે, અત્યાર સુધી શ્રમ અથવા નાણાં મંત્રાલય તરફથી આ અંગે કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. પણ આ અંગે નક્કર જાહેરાત થાય તેવી શક્યતા છે.

ફેબ્રુઆરી 2014માં CBT દ્વારા લઘુતમ EPS પેન્શન વધારીને રૂપિયા 1 હજાર કરવાની મંજૂરી આપી હતી, જે અંગે સરકારે તે વર્ષ ઓગસ્ટમાં નોટિફિકેશન ઈશ્યુ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી છેલ્લા 12 વર્ષમાં લઘુતમ પેન્શન રૂપિયા 1 હજાર પર અટકેલું છે.

દેશભરના વિવિધ કર્મચારીઓ અને પેન્શનર્સ સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે વર્તમાન મોંઘવારીના તબક્કામાં રૂપિયા એક હજાર રકમ ખૂબ જ ઓછ છે, માટે તેને વધારીને ઓછામાં ઓછા 7,500 કરવામાં આવવું જોઈએ.