Passport Rules Changed:બાળકોને લગતા પાસપોર્ટના નિયમોમાં ફેરફાર જાહેર; નોટિફિકેશન ઈશ્યુ

Passport New Rules 2026: કેન્દ્ર સરકારે પાસપોર્ટને લગતા નિયમોમાં મોટા ફેરફારો કરવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ્સ એમેડમેન્ટ રુલ્સ 2026 એટલે કે પાસપોર્ટ સુધારા નિયમ 2016ને લગતું એક નોટિફિકેશન ઈશ્યુ કર્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 19 Sep 2026 05:49 PM (IST)Updated: Sat, 19 Sep 2026 05:49 PM (IST)
passport-rules-changed-for-minor-child-passport-validity-36-pages-application-fees

Passport New Rules 2026: કેન્દ્ર સરકારે પાસપોર્ટને લગતા નિયમોમાં મોટા ફેરફારો કરવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ્સ એમેડમેન્ટ રુલ્સ 2026 એટલે કે પાસપોર્ટ સુધારા નિયમ 2016ને લગતું એક નોટિફિકેશન ઈશ્યુ કર્યું છે. નવા નિયમોમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ઓર્ડિનરી પાસપોર્ટ એટલે કે સામાન્ય પાસપોર્ટના પેજ અને વેલિડિટીને સ્પષ્ટપણે નક્કી કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પાસપોર્ટ એપ્લિકેશન ફીને લગતા નિયમોની વ્યાખ્યા પણ બદલવામાં આવી છે. હવે દરેક પ્રકારના પાસપોર્ટ અરજી પર શેડ્યુઅલ-IVમાં સંબંધિત કેટેગરી માટે નિયત ફી લાગુ થશે. જોકે આ નોટિફિકેશનમાં ફીની કોઈ નવી રકમ જાહેર કરવામાં આવી નથી. નોટિફિકેશન વિદેશ મંત્રાલયે 15 સપ્ટેમ્બર 2026ના રોજ ઈશ્યુ કર્યું હતું.

પાસપોર્ટને લગતા કયાં નવા નિયમ ઈશ્યુ થયા

વિદેશ મંત્રાલયે પાસપોર્ટ એક્ટ 1967 અંતર્ગત મળેલી શક્તિનો ઉપયોગ કરતા પાસપોર્ટ એમેડમેન્ટ રુલ્સ 2026 ઈશ્યુ કર્યો છે. તેનો નોટિફિકેશન નંબર G.S.R.820(E) મારફતે અધિસૂચિત કરવામાં આવ્યા છે. તેમાં પાસપોર્ટ રુલ્સ 1980ની બે જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ ફેરફાર પાસપોર્ટ અરજીની ફીને લગતો છે. બીજો ફેરફાર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ઓર્ડિનરી પાસપોર્ટના પેજ તથા તેની વેલિડિટી અંગે છે.

15 વર્ષથી નાની ઉંમરના બાળકોને પાસપોર્ટમાં કેટલા પેજ મળશે

નવા નિયમ પ્રમાણે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ઓર્ડિનરી પાસપોર્ટ 36 પેજનો રહેશે. ઓર્ડિનરી પાસપોર્ટનો અર્થ એવો સામાન્ય પાસપોર્ટ છે કે જેનો ઉપયોગ સામાન્ય ભારતીય નાગરિક વિદેશ યાત્રા માટે કરે છે. આ ફેરફાર બાદ નિયમમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે અંડર-15 કેટેગરીના બાળકો ઈશ્યુ થનાર સામાન્ય પાસપોર્ટમાં 36 પેજ હશે. 

15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના પાસપોર્ટ ઈશ્યુ તારીખથી 5 વર્ષ સુધી અથવા બાળક 18 વર્ષનો થાય ત્યા સુધી વેલિડ રહેશે. આ બન્નેમાં જે તારીખ પહેલી આવશે તે દિવસ પાસપોર્ટની વેલિડિટી પૂરી થઈ જશે.