Pakistan Reduces Petrol Diesel Prices: પાકિસ્તાને પેટ્રોલમાં રૂપિયા 12, ડિઝલમાં રૂપિયા 135 ભાવ ઘટાડો કર્યો, શેહબાઝ શરીફે રાષ્ટ્રીય સંબોધનમાં કરી જાહેરાત

ખાડી દેશોમાં જે યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાન-અમેરિકા વચ્ચે આવતીકાલે બેઠક યોજાવાની છે તે અગાઉ ઈંધણની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 10 Apr 2026 11:52 PM (IST)Updated: Fri, 10 Apr 2026 11:52 PM (IST)
pakistan-government-prime-minister-shehbaz-sharif-announced-reduces-petrol-price-by-rs-12-per-litre-and-diesel-by-rs-135

Pakistan Reduces Petrol Diesel Prices: પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે શુક્રવારે ડિઝલની કિંમતમાં પ્રતી લીટર રૂપિયા 135 અને પેટ્રોલની કિંમતમાં પ્રતી લીટર રૂપિયા 12 ઘટાડવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન શેહબાઝ શરીફે રાષ્ટ્રીય સંબોધન કરતાં ઈંધણની કિંમતમાં આજ મધ્યરાત્રીથી ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

PM શેહબાઝે જણાવ્યું હતું કે શનિવારના રોજ રાત્રે 12 વાગ્યથી લીટર દીઠ ડિઝલની કિંમત રૂપિયા 135 ઘટી રૂપિયા 385 જ્યારે પેટ્રોલ પ્રતી લીટર રૂપિયા 12 ઘટી રૂપિયા 366 થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાડી દેશોમાં જે યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાન-અમેરિકા વચ્ચે આવતીકાલે બેઠક યોજાવાની છે તે અગાઉ ઈંધણની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શાહબાઝ શરીફ સરકારે પાકિસ્તાનમાં ઇંધણ અને વીજળી બચાવવા માટે કડક પગલાં લેવાનું શરૂ હતું. તાજેતરના આદેશ મુજબ દેશના મોટાભાગના ભાગોમાં બજારો અને શોપિંગ મોલ રાત્રે 8 વાગ્યા પછી ખુલ્લા રહેવા દેવામાં આવશે નહીં.

સરકાર માને છે કે બજાર વહેલા બંધ થવાથી વીજળીનો વપરાશ ઘટશે અને ઇંધણની બચત થશે. મધ્ય પૂર્વ કટોકટીને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાથી પાકિસ્તાનની નાજુક અર્થવ્યવસ્થા પર ભારે દબાણ આવ્યું છે, અને આને સંબોધવા માટે, હવે નાઇટલાઇફ બંધ રાખવામાં આવી છે.