Ola Electric Shares:Ola Electricના પ્રમોટર ભાવિશ અગ્રવાલે 4.32 ટકા હિસ્સેદારી ગીરવે મુકી, હવે શેર પર રહેશે સૌની નજર

Ola Electric Shares:ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી(Ola Electric) લિમિટેડના પ્રમોટર ભાવિશ અગ્રવાલ(Bhavish Agrawal)એ બોર્ડને મંજૂર રાઈટ્સ ઈશ્યુમાં હિસ્સો લેવા માટે કંપનીમાં તેમના 4.32 ટકા હિસ્સેદારી ગીરવે મુકી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 04 Oct 2026 10:50 PM (IST)Updated: Sun, 04 Oct 2026 10:50 PM (IST)
ola-electric-promoter-bhavish-aggarwal-has-pledged-a-432-per-cent-stake

Ola Electric Shares:ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી(Ola Electric) લિમિટેડના પ્રમોટર ભાવિશ અગ્રવાલ(Bhavish Agrawal)એ બોર્ડને મંજૂર રાઈટ્સ ઈશ્યુમાં હિસ્સો લેવા માટે કંપનીમાં તેમના 4.32 ટકા હિસ્સેદારી ગીરવે મુકી છે. કંપનીએ રવિવારે 4 ઓક્ટોબરના રોજ આ માહિતી આપવામાં આવી છે.

ઓલા ઈલેક્ટ્રિકે કહ્યું છે કે આ ગીરવી મુકવાનો ઉદ્દેશ ફક્ત અગ્રવાલના રાઈટ્સ ઈશ્યુ સબ્સ્ક્રીપ્શન માટે ફંડ એકત્રિત કરવાનો છે. 28 સપ્ટેમ્બરના રોજ દાખલ ડ્રાફ્ટ લેટર ઓફ ઓફરમાં દર્શાવવામાં આવ્યું હતું. કંપનીએ આગળ કહ્યું કે અત્યારે તેમની સિક્યુરિટીઝ પર કોઈ અન્ય ગિરવી નથી અને કોઈ શેર વેચવામાં આવી રહ્યા નથી.

કંપનીની યોજના શું છે?

કંપનીના નિવેદન મુજબ અગ્રવાલ અન્ય તમામ શેરધારકોની જેમ જ શરતો પર રાઇટ્સ ઇશ્યૂમાં રોકાણ કરશે. ગયા મહિને ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના બોર્ડે નિયમનકારી અને કાનૂની મંજૂરીઓને આધીન રૂપિયા 1,000 કરોડ સુધી એકત્ર કરવા માટે આંશિક રીતે ચૂકવેલ ઇક્વિટી શેરના રાઇટ્સ ઇશ્યૂને મંજૂરી આપી હતી. આ ઇશ્યૂ રેકોર્ડ તારીખથી પાત્ર શેરધારકો માટે ખુલ્લો રહેશે જેની જાહેરાત પછીથી કરવામાં આવશે.

કંપનીએ જણાવ્યું હતું કે દરેક શેરની ફેસ વેલ્યુ ₹10 હશે. જોકે બોર્ડ દ્વારા ઇશ્યૂ કિંમત, રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો, રેકોર્ડ ડેટ, સમય અને ચુકવણીની શરતો જેવી મુખ્ય વિગતો હજુ નક્કી કરવામાં આવી નથી. ઓલા ઇલેક્ટ્રિકે જણાવ્યું હતું કે રાઇટ્સ ઇશ્યૂ લાગુ કાયદા અને સેબીના નિયમો અનુસાર હાથ ધરવામાં આવશે. કંપની પછીની તારીખે સ્ટોક એક્સચેન્જને વિગતવાર શરતો જાહેર કરશે.