Lava Investment: હવે ભારતમાં જ બનશે સ્માર્ટફોનના કેમેરા અને સ્ક્રીન, લાવા ઈન્ટરનેશનલ રૂ. 1100 કરોડનું રોકાણ કરશે

લાવા ઈન્ટરનેશનલ દ્વારા નોઈડામાં મોબાઈલ ચાર્જરનો પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં સ્વદેશી ટેકનીકની મદદથી બનાવેલા નવા ચાર્જરની ગુણવત્તા ઈન્ટરનેશલ લેવલની છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 21 May 2026 06:59 PM (IST)Updated: Thu, 21 May 2026 06:59 PM (IST)
now-smartphone-cameras-and-screens-made-in-india-lava-international-to-invest-rs-1100-crore
HIGHLIGHTS
  • લાવાના રોકાણથી દેશના 85 હજાર જેટલા યુવાઓને રોજગાર મળશે
  • ભારતમાં જ પાર્ટ્સ બનાવવામાં આવવાથી મોબાઈલની ગુણવત્તા સુધરશે

Indian Smartphone Industry: ભારતની સ્વદેશી મોબાઈલ બનાવતી કંપની લાવા ઈન્ટરનેશનલ (Lava International Limited) દ્વારા આજે એક મોટું એલાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સ્માર્ટફોન માટે જરૂરી પાર્ટ્સ ભારતમાં જ બનાવવામાં આવશે. જેના માટે કંપની આગામી 5 વર્ષમાં લગભગ 1100 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે.

લાવા ઈન્ટરનેશનલના આ પગલાથી સરકારની આત્મનિર્ભર ભારતની નીતિને વેગ મળશે. તેમજ દેશના લગભગ 8500 યુવાઓને રોજગારી મળશે. અત્યાર સુધી મોબાઈલની સ્ક્રીન અને કેમેરા જેવા પાર્ટ્સ માટે ભારતને બીજા દેશો પર નિર્ભર રહેવું પડતું હતુ, પરંતુ હવે લાવા ઈન્ટરનેશનલના આ નિર્ણયથી દેશમાં જ સ્માર્ટફોના ભાગો તૈયાર થઈ શકશે.

ભારતમાં જ પાર્ટ્સ બનવાથી મોબાઈલની ક્વૉલિટી પણ સુધરશે

આ અંગે લાવા ઈન્ટરનેશનલના મેન્યુફેક્ચરિંગ ચીફ સંજીવ અગ્રવાલે જણાવ્યું કે, હવે અમારી કંપની સ્માર્ટફોનના સૌથી જરૂરી અને મોંઘા પાર્ટ્સ ભારતમાં જ બનાવશે. જેમાં મોબાઈલની ડિસ્પ્લે મોડ્યૂલ, કેમેરા મોડ્યૂલ, મલ્ટીલેયર PCB અને મોબાઈલની બહારની બોડી દેશમાં જ બનાવવામાં આવશે. જ્યારે મોબાઈલના આ ખાસ પાર્ટ્સ ભારતમાં જ બનવા લાગશે, તો તેનાથી મોબાઈલની ગુણવત્તા પણ પહેલા કરતાં સુધરશે.

નોઈડામાં મોબાઈલ ચાર્જરના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

વધુમાં સંજીવ અગ્રવાલે જણાવ્યું કે, અમારી કંપનીએ નોઈડામાં મોબાઈલ ચાર્જરના પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું છે. આ ચાર્જરને સંપૂર્ણપણે ભારતમાં જ અમારી ટીમ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, આ ચાર્જર બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા મોટાભાગના પાર્ટ્સ સ્થાનિક બજારમાંથી જ ખરીદવામાં