Nestle India Bonus Share:17 વર્ષ બાદ Nestle Indiaની શેરધારકોને ભેટ! એક શેર પર એક બોનસ શેર આપશે, સ્ટોકમાં તેજી

કંપનીના શેરધારકો પાસે રહેલા દરેક રૂપિયા 1ના ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરને 1 રૂપિયાના ફેસ વેલ્યુનો બોનસ ઇક્વિટી શેર આપવામાં આવશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 26 Jun 2025 05:05 PM (IST)Updated: Thu, 26 Jun 2025 05:28 PM (IST)
nestle-board-approves-11-bonus-share-issue-shares-up-1-pc
HIGHLIGHTS
  • નેસ્લે ઈન્ડિયાના શેરનો ભાવ રૂપિયા 27.60 એટલે કે 1.15 ટકા ઉછળી રૂપિયા 2432 રહ્યો

Nestle India Bonus Share: FMCG સેક્ટરની દિગ્ગજ કંપની નેસ્લે ઈન્ડિયા (Nestle India)એ તેના શેરધારકોને એક ઈક્વિટી શેર પર એક શેર એટલે કે 1:1 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

  • નેસ્લે ઇન્ડિયાએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીના શેરધારકો પાસે રહેલા દરેક રૂપિયા 1ના ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરને 1 રૂપિયાના ફેસ વેલ્યુનો બોનસ ઇક્વિટી શેર આપવામાં આવશે.
  • નેસ્લે ઈન્ડિયાની વાર્ષિક સામાન્ય સભા (AGM) આજે યોજાઈ હતી, જેમાં બોર્ડે 1:1 બોનસ શેર આપવાની મંજૂરી આપી હતી.
  • અલબત 24મી જુલાઈના રોજ યોજનાર કંપનીની અસાધારણ સામાન્ય સભા (EGM)માં મંજૂરીને આધિન રહેશે.કંપની દ્વારા વર્ષ 1996 બાદ આ પ્રથમ વખત બોનસ શેરને મંજૂરી મળી છે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં કંપનીએ તેના રૂપિયા 10ની મૂળ કિંમતના શેરને રૂપિયા 1માં વિભાજીત કર્યાં હતા.
  • દરમિયાન આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે નેસ્લે ઈન્ડિયાના શેરનો ભાવ રૂપિયા 27.60 એટલે કે 1.15 ટકા ઉછળી રૂપિયા 2432 રહ્યો હતો.