Viral Photo: બેંગલુરુમાં પુત્રી અક્ષતા સાથે આઇસક્રીમ ખાવા પહોંચ્યા નારાયણ મૂર્તિ, તસવીર વાયરલ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 13 Feb 2024 10:41 AM (IST)Updated: Tue, 13 Feb 2024 10:41 AM (IST)
narayana-murthy-enjoys-ice-cream-with-daughter-akshata-in-bengaluru-photo-goes-viral

Bengaluru News: હાલમાં ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને તેમની પુત્રી તેમજ બ્રિટનની ફર્સ્ટ લેડી અક્ષતા મૂર્તિની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બંને એક આઇસક્રીમ પાર્લરમાં પહોંચ્યા હતા. જ્યાંના સ્ટાફે તેમને ઓળખી લીધો હતો અને તેમની તસવીરો ક્લિક કરી હતી. યૂઝર્સ પણ તેમની તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

માહિતી મળી રહી છે કે, નારાયણ મૂર્તિ અને તેમની પુત્રી અક્ષતા મૂર્તિ બેંગલુરુના જયનગરમાં એક આઇસક્રીમ પાર્લરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન બંને સાધારણ પોશાકમાં જોવા મળ્યા હતા. તેઓ આઇસક્રીમનો આનંદ માણ્યો હતો.

હાલમાં જ અક્ષતા મૂર્તિ માતા સુધા મૂર્તિ અને પિતા નારાયણ મૂર્તિ સાથે લેખિકા ચિત્રા બેનર્જી દિવાકારુણીની લેટેસ્ટ બુક 'એન અનકોમન લવ: ધ અર્લી લાઈફ ઓફ સુધા એન્ડ નારાયણમૂર્તિ'ના લોન્ચ પર પહોંચી હતી. આ કાર્યક્રમ બેંગ્લોરના સેન્ટ જોસેફ કોલેજ ઓફ કોમર્સમાં આયોજીત કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર લોકો તસવીર જોયા બાદ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, 'જગ્યા ખીચોખીચ ભરેલી હતી…. તેઓ ચૂપચાપ આવ્યા અને આઈસ્ક્રીમ ખરીદ્યો….. સદનસીબે સ્ટાફે તેમને ઓળખી લીધા અને તેમને ખુરશીઓ આપી….'

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.