Gold FoFs:Gold FOFમાં નવા રોકાણ પ્રતિબંધિત થતા રોકાણકારો પર શું અસર થશે? Gold ETF અને SIP ને લગતા નિયમ શું કહે છે

Gold FoFs:મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ તેમના ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સ(FOF)માં નવા રોકાણ મેળવવાનું બંધ કરી દીધુ છે. આ એવા સમયે થયું છે કે જ્યારે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેટેડ ફંડ્સ(ETF)માં રોકાણ ફરીથી વધ્યું હતું

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 18 Oct 2026 09:26 AM (IST)Updated: Sun, 18 Oct 2026 09:26 AM (IST)
how-will-halt-on-new-investments-in-gold-fofs-affect-investors-understand-rules-regarding-gold-etfs-and-sips
Gold-price-Outlook-2-October-2026-1790948874595.webp

Gold FoFs:મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ તેમના ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સ(FOF)માં નવા રોકાણ મેળવવાનું બંધ કરી દીધુ છે. આ એવા સમયે થયું છે કે જ્યારે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેટેડ ફંડ્સ(ETF)માં રોકાણ ફરીથી વધ્યું હતું, અને તેને પગલે વ્યાપાર ખાધ પણ ચિંતાજનક સ્તર સુધી પહોંચતા ભારતનો આયાત પાછળનો વધારે વધી ગયો છે. સપ્ટેમ્બરમાં ગોલ્ડ ETFમાં કૂલ રૂપિયા 4,451 કરોડ રોકાણ થયું હતું.

તે અગાઉના છ મહિનામાં સૌથી વધારે છે. રોકાણના આ આંકડામાં Gold FOF મારફતે મારફતે કરવામાં આવતું રોકાણનો સમાવેશ થાય છે. કારણ કે ફંડ છેવટે Gold FTFમાં રોકાણ કરે છે.મ્યુચ્યુઅલ ફંડોના અધિકારીઓ પ્રમાણે SEBIના આદેશથી આ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

રોકાણકારો માટે નિયંત્રણો કેવી રીતે મહત્વ ધરાવે છે


Gold FOF અરજી પર હાલ પુરતા નિયંત્રણ છે. જોકે ETF હજું પણ ખુલ્લો છે. તેની રોકાણકારોને કેવી રીતે અસર કરી શકે છે તે અંગે આજે આપણે માહિતી મેળવશું.

તેની અસર મર્યાદિત હોઈ શકે છે કારણ કે રોકાણકારો ગોલ્ડ ETF તરફ વળી શકે છે જે હજુ પણ રોકાણ માટે ખુલ્લા છે.ઉદ્યોગ નિષ્ણાતોનો અંદાજ છે કે ગોલ્ડ ETF રોકાણોનો લગભગ ચોથા ભાગથી ત્રીજા ભાગના હિસ્સા FOF (ફંડ ઓફ ફંડ્સ) દ્વારા આવે છે. જોકે આ હિસ્સો ફંડ હાઉસથી ફંડ હાઉસમાં બદલાઈ શકે છે.

નજીકના ભવિષ્યમાં રોકાણ થોડું ધીમું પડી શકે છે, કારણ કે છૂટક રોકાણકારો FoF પસંદ કરે છે, ખાસ કરીને જેઓ વિતરકો દ્વારા રોકાણ કરે છે. જ્યારે કેટલાક રોકાણકારો છેવટે ETF તરફ સ્વિચ કરી શકે છે, આ પ્રતિબંધો કેટલાક રોકાણકારો માટે પસંદગીના રોકાણ વાહનને અસર કરી શકે છે.

ગોલ્ડ ETF પર પ્રતિબંધો કેમ લાદવામાં આવતા નથી?

જ્યારે ઘણા ફંડ્સે ફંડ ઓફ ફંડ્સ માટે નવી અરજીઓ સ્વીકારવાનું બંધ કરી દીધું છે ત્યારે ગોલ્ડ ETF ખુલ્લા રહે છે. ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે ETF પર પ્રતિબંધ મૂકવો એ એક મોટું પગલું હશે અને બજારમાં મજબૂત સંકેત મોકલી શકે છે. ETF પાસે ભારતના વાર્ષિક વપરાશ કરતાં ઘણું ઓછું સોનું છે અને આ રકમ લગભગ બે દાયકાથી એકઠી થઈ છે. તેથી ETF પર સંપૂર્ણ પ્રતિબંધ વધુ મહત્વપૂર્ણ હસ્તક્ષેપ હશે.