કેનેરા રોબેકો AMCએ વિદ્યાર્થીઓમાં નાણાકીય જાગૃતિ ફેલાવવા 'યુવા શક્તિ સમૃદ્ધિ' પહેલનો પ્રારંભ કર્યો

કેનેરા રોબેકો AMC એ યુવાનોમાં નાણાકીય જાગૃતિ લાવવા અને નાની વયથી શિસ્તબદ્ધ રોકાણને પ્રોત્સાહન આપવા માટે 'યુવા શક્તિ સમૃદ્ધિ' નામની ખાસ વિદ્યાર્થી-કેન્દ્રિત પહેલ શરૂ કરી છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 25 Sep 2026 02:19 PM (IST)Updated: Fri, 25 Sep 2026 02:19 PM (IST)
canara-robeco-amc-has-launched-an-initiative-named-yuva-shakti-samruddhi-to-educate-students-about-investment

Canara Robeco AMC has launched: ભારતના બીજા સૌથી જૂના મ્યુચ્યુઅલ ફંડ કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડે (Canara Robeco AMC) યુવા પેઢીમાં નાણાકીય સાક્ષરતા વધારવા અને નાની વયથી જ શિસ્તબદ્ધ રોકાણની આદત કેળવવા માટે ખાસ વિદ્યાર્થીઓ પર કેન્દ્રિત યુવા શક્તિ સમૃદ્ધિ નામના નવીન પ્રોગ્રામનો પ્રારંભ કર્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો જ્યારે પોતાની વ્યાવસાયિક કારકિર્દી અને કમાણીની શરૂઆત કરે તે પહેલાં જ તેમને નાણાકીય રીતે સક્ષમ અને આત્મવિશ્વાસુ બનાવવાનો છે.

ઇન્ટરેક્ટિવ વર્કશોપ અને નિષ્ણાત સત્રો યોજાશે

યુવા શક્તિ સમૃદ્ધિ અભિયાન અંતર્ગત દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં સંવાદ કાર્યશાળાઓ (Interactive Workshops), નિષ્ણાત સંચાલિત વિશેષ સત્રો અને પાયાના સ્તરે સામુદાયિક જોડાણની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ પ્રવૃત્તિઓ મારફતે વિદ્યાર્થીઓમાં બચત અને રોકાણ અંગેની ખોટી ધારણાઓ તથા ભ્રમો દૂર કરીને મ્યુચ્યુઅલ ફંડ અને નાણાકીય આયોજનનું મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવશે.

3S નો સિદ્ધાંત અને ત્રણ મુખ્ય આદતો

કેનેરા રોબેકો AMCના ચીફ બિઝનેસ ઓફિસર ગૌરવ ગોયલે આ પહેલ વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આ પ્રોગ્રામ દ્વારા યુવાનોમાં ત્રણ મહત્ત્વપૂર્ણ આદતો કેળવવાનો લક્ષ્યાંક છે:

1. સહી સોચ (ઉચિત વિચાર)
2. સહી શુરુઆત (સાચી શરૂઆત)
3. સહી ઇન્વેસ્ટમેન્ટ (યોગ્ય રોકાણ)

આ ઉપરાંત, આ પ્રોગ્રામમાં 3S (SIP - સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, STP - સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન અને SWP - સિસ્ટેમેટિક વિથડ્રોઅલ પ્લાન) ની તાકાત અને તે શા માટે યોગ્ય છે તે અંગે યુવાન ભારતીયોમાં વિસ્તૃત જાગૃતિ ફેલાવવામાં આવશે, જેથી તેઓ પોતાના ભવિષ્યના નાણાકીય લક્ષ્યાંકો સરળતાથી હાંસલ કરી શકે.

નાની વયે રોકાણથી મજબૂત નાણાકીય પાયો

કેનેરા રોબેકો AMCના મેનેજિંગ ડિરેક્ટર અને CEO રજનીશ નરુલાએ જણાવ્યું હતું કે, રોકાણકાર જાગૃતિની પ્રક્રિયા વ્યક્તિ કમાણી શરૂ કરે તે પહેલાંથી જ થવી જોઈએ. યુવા શક્તિ સમૃદ્ધિ એક એવું મંચ પૂરું પાડશે જે વિદ્યાર્થીઓને કમાણી શરૂ કરવાના પહેલા દિવસથી જ સંપત્તિ સર્જન (Wealth Creation) ની સફર શરૂ કરવા પ્રોત્સાહિત કરશે.

ઉલ્લેખનીય છે કે કેનેરા રોબેકો AMC દ્વારા ભૂતકાળમાં પણ નિવેશ બસ યાત્રા, 3S રેપ સોંગ, અને મહિલાઓ માટે સ્ત્રી શક્તિ સમૃદ્ધિ જેવી સફળ નાણાકીય જાગૃતિ પહેલો હાથ ધરવામાં આવી છે.