Mutual Fund: શેરબજારમાં અનેક એવા સ્ટોક છે, જેને લાંબા ગાળામાં રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. જે રોકાણકારોને યોગ્ય કેલક્યુલેશન સાથે કોઈ મજબૂત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય તેઓ માલામાલ થઈ થશે. મ્યુચ્યુઅલ ફંડના રિટર્નના આ ઉદાહરણ Nippon ઈન્ડિયા ગ્રોથ મિડ કેપ ફંડ છે. આ ફંડને ત્રણ દાયકામાં રોકાણકારોને ચોકાવતુ વળતર આપ્યું છે.
જો કોઈ રોકાણકારે 30 વર્ષ પહેલાં નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ મિડ કેપ ફંડમાં માત્ર ₹1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેનું મૂલ્ય રૂપિયા 4.3 કરોડ જેટલું હોત. માહિતી પ્રમાણે આ ફંડે શરૂઆતથી જ આશરે 22% વાર્ષિક ચક્રવૃદ્ધિ વળતર (CAGR) જનરેટ કર્યું છે. એ નોંધવું જોઈએ કે આ ફંડ 1995 માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મિડ-કેપ કેટેગરી ફંડ મુખ્યત્વે મધ્યમ કદની કંપનીઓના શેરમાં રોકાણ કરે છે. આવી કંપનીઓમાં વ્યવસાય અને કમાણીમાં વૃદ્ધિની સંભાવના હોઈ શકે છે, પરંતુ તેમના શેર ખૂબ જ અસ્થિર પણ હોઈ શકે છે.
આ ફંડ મેનેજરોને કંપનીઓના વિકાસનો લાભ લેવાની મંજૂરી આપે છે. આ જ કારણ છે કે મિડ-કેપ ફંડ્સ શ્રેષ્ઠ પ્રદર્શન કરતી મ્યુચ્યુઅલ ફંડ શ્રેણીઓમાંની એક છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 15% CAGR આપે છે.
અન્ય મિડ-કેપ ફંડ્સે પણ મજબૂત વળતર આપ્યું છે
વેલ્યુ રિસર્ચ ડેટા પ્રમાણે છેલ્લા સાત વર્ષમાં ઘણા અન્ય મિડ-કેપ ફંડ્સે પણ મજબૂત વાર્ષિક વળતર આપ્યું છે. HDFC મિડકેપ ફંડે 21.82%, કોટક મિડકેપ ફંડે 20.60%, SBI મિડકેપ ફંડે 19.56% અને આદિત્ય બિરલા સન લાઇફ મિડકેપ ફંડે 17.85% વળતર આપ્યું છે.
