Mumbai Ahmedabad Bullet Train: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે જાપાનના સહયોગથી બનેલો 15 અબજ ડોલરનો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2028માં કાર્યરત થશે.
અહેવાલ પ્રમાણ ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સર્સ પાસેથી 50 અબજ ડોલર એકત્ર કરવાની યોજના બનાવી રહ્યું છે અને આ માટે ચાર મહિનામાં જાહેરાતો કરવામાં આવશે. ફડણવીસે કહ્યું હતું કે 2022 સુધીના શાસનકાળ દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટને નુકસાન થયું હતું, પરંતુ હવે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ખૂબ જ મહત્વપૂર્ણ છે
અહેવાલ મુજબ, ફડણવીસે કહ્યું હતું કે 2028 સુધીમાં આપણે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી શકીશું. તેમણે સ્વીકાર્યું કે પડોશી રાજ્ય ગુજરાત પ્રોજેક્ટ વિકાસની દ્રષ્ટિએ મહારાષ્ટ્રથી આગળ છે. ફડણવીસે કહ્યું હતું કે 1 ટ્રિલિયન ડોલરના જીએસડીપીના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ખૂબ જ મહત્વપૂર્ણ છે,
વર્ષ 2014-2019 દરમિયાન મુખ્યમંત્રી તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં 30 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું, અને હવે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં વધુ નાણાં નાખવામાં આવી રહ્યા છે. ભારત-મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર (IMEC) પ્રોજેક્ટ પર એક કાર્યક્રમમાં બોલતા, તેમણે કહ્યું કે વાધવન બંદર આગામી 3-4 વર્ષમાં કાર્યરત થઈ જશે.
