RIL Announcement:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની શેરધારકો માટે મોટી જાહેરાત, શેરદીઠ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ નક્કી કરી

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આપેલી માહિતી પ્રમાણે કંપનીની સામાન્ય સભા 19મી જૂન 2026ના રોજ બપોરે 2 વાગે વીડિયો કોન્ફરન્સિંગ અન્ય ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી યોજાશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 27 May 2026 10:57 PM (IST)Updated: Thu, 28 May 2026 05:33 PM (IST)
mukesh-ambanis-reliance-industries-makes-a-big-announcement-for-shareholders-record-date-for-dividend-per-share-fixed

RIL Dividend Announcement:દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને સૌથી સમૃદ્ધ વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના વડપણ હેઠળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી(Reliance Industries)એ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ (Record Date) નક્કી કરી છે. જો તમારી પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર (Reliance Industries Share) છે તો તમને આ રેકોર્ડ ડેટ સુધી આ શેર રાખવા પડશે.

નાણાકીય વર્ષ 2026 માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રોકાણકારોને શેરદીઠ રૂપિયા 6 ડિવિડન્ડની જાહેરાત કરી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 27મી મે 2026ના રોજ એક્સચેન્જ સમક્ષ આપેલી માહિતીમાં એન્યુઅલ જનરલ મીટિંગ(AGM)ની તારીખ જાહેર કરી હતી. આ સાથે કંપનીએ પણ ફિક્સ કરી છે.

AGM કઈ તારીખે છે

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આપેલી માહિતી પ્રમાણે કંપનીની સામાન્ય સભા 19મી જૂન 2026ના રોજ બપોરે 2 વાગે વીડિયો કોન્ફરન્સિંગ અન્ય ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી યોજાશે. આ સાથે કંપનીએ માહિતી આપી છે કે નાણાકીય વર્ષ 2026-26 માટે ડિવિન્ડ મેળવવા માટે યોગ્યતા ધરાવતા સભ્યોએ 5 જૂન 2026ની તારીખ રેકોર્ડ ડેટ (Reliance Dividend Record Date)નક્કી કરી છે.

રૂપિયા 6 ડિવિડન્ડ માટે ભલામણ

જો વાર્ષિક સામાન્ય સભામાં ડિવિડન્ડ જાહેર કરવામાં આવે છે તો તે બેઠકના સાત દિવસની અંદર ચૂકવવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વાર્ષિક સામાન્ય સભાની નોટિસમાં દર્શાવેલ ઠરાવો પર મતદાન કરવા માટે લાયક સભ્યો નક્કી કરવા માટે શુક્રવાર, 12 જૂન 2026 ની કટ-ઓફ તારીખ પણ નક્કી કરી છે.આ વર્ષે એપ્રિલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 31 માર્ચ 2026ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે ₹10 ના ઇક્વિટી શેર દીઠ ₹6 ના ડિવિડન્ડની ભલામણ કરી હતી.