Mukesh Ambani Jio: મુકેશ અંબાણીની કંપની Jio 1600 સેટેલાઈટથી કયું મોટું કામ કરશે, સમુદ્રમાં પણ રાજ કરવાનો છે મેગા પ્લાન

ડિસ્પ્લે પ્રમાણે જિયોના વિઝન સંપૂર્ણ વેલ્યુ ચેઈનને ભારતની અંદર રાખવાનું છે, જેમાં ડિઝાઈન, એન્જીનિયરિંગ, ઈન્ટીગ્રેશન અને ટેસ્ટિંગથી લઈ લોંચ, ડિસ્પ્લેયમેન્ટ અને ઓપરેશન્સ સુધી તમામ બાબતનો સમાવેશ થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 08 Oct 2026 05:44 PM (IST)Updated: Thu, 08 Oct 2026 05:48 PM (IST)
mukesh-ambanis-jio-1600-satellite-network-to-boost-india-connectivity

Mukesh Ambani Jio:ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયો (Mukesh Ambani Jio) તેના નેટવર્કનું વિસ્તરણ કરશે. આ અંગે માહિતી સૂત્રોની માહિતી પ્રમાણે અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની Jio આશરે 1,600 સેટેલાઈટ્સના એક નેટવર્ક પર કામ કરી રહી છે અને સમગ્ર ભારતમાં 23 ગ્રાઉન્ડ સ્ટેશન તૈયાર કરવાની યોજના ધરાવે છે. અંબાણીની કંપની તે વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા ઈચ્છે છે કે જ્યાં જમીન પર નેટવર્ક રાખવું મુશ્કેલ છે. 

જિયોની આ યોજના એવા સમયે આવી છે કે જ્યારે વિશ્વના સૌથી સમૃદ્ધ અબજપતિ ઈલન મસ્કની સ્ટારલિંક હજું પણ દેશમાં કોમર્શિયલ સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે જરૂરી બાકી મંજૂરીની રાહ જોઈ રહી છે.જિયોએ નવી દિલ્હીમાં ચાલી રહેલ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ(IMC) 2026માં તેના સેટેલાઈટ કનેક્ટિવિટી વિઝનને રજૂ કર્યું હતું. કંપનીએ સોવરેન સેટેલાઈટ કનેક્ટિવિટીના બેનર હેઠળ પોતાની આગામી યોજનાની માહિતી આપી હતી. 

1600 લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ્સ પર ચાલી રહ્યું છે કામ

જિયો દ્વારા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં રજૂ કરવામાં આવેલ આશરે 1600 લો અર્થ ઓર્બિટ(LEO) સેટેલાઈટ્સના સૂચિત કોન્સ્ટેલેશનને દર્શાવવામાં આવેલ છે. ડિસ્પ્લે પ્રમાણે જિયોના વિઝન સંપૂર્ણ વેલ્યુ ચેઈનને ભારતની અંદર રાખવાનું છે, જેમાં ડિઝાઈન, એન્જીનિયરિંગ, ઈન્ટીગ્રેશન અને ટેસ્ટિંગથી લઈ લોંચ, ડિસ્પ્લેયમેન્ટ અને ઓપરેશન્સ સુધી તમામ બાબતનો સમાવેશ થાય છે.

જમીન અને સમુદ્રી વિસ્તારોમાં વધારે સારી કનેક્ટિવિટી પર Jioની કામગીરી

કંપનીનું કહેવુ છે કે તેનો સૌથી મોટો ઉદ્દેશ જમીન અને સમુદ્ર બન્ને વિસ્તારોમાં કનેક્ટિવિટી આપવાનો છે. જિયોને આશા છે કે અંતરિયાળ વિસ્તારો, ગામો, દ્વિપો અને સરહદી વિસ્તારોમાં સેટેલાઈટ કનેક્ટિવિટી ખૂબ જ કામ આવશે. તેનાથી કનેક્ટિવિટી 6,00,000થી વધારે ગામો સુધી પહોંચશે.