Milk Price Cut: Amul અને Mother Dairy સહિત દૂધની બ્રાન્ડ્સના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ દરો

Mother Dairy, Amul Milk Price Cut: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા GST દરો (New GST Rates) ને કારણે સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 22 Sep 2025 03:02 PM (IST)Updated: Mon, 22 Sep 2025 03:02 PM (IST)
milk-prices-cut-amul-mother-dairy-cut-rates-after-gst-reduction

Mother Dairy, Amul Milk Price Cut: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા GST દરો (New GST Rates) ને કારણે સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે. આજે 22 સપ્ટેમ્બરથી, દૂધ અને તેના પ્રોડક્ પરનો કર શૂન્ય ટકા કરી દેવાયો છે. આ નિર્ણયના પરિણામે, દેશભરની અગ્રણી ડેરી કંપનીઓએ તેમના દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે.

દૂધ પર 0% GST લાગુ

નવા GST દરો (New GST Rate) ના અમલ સાથે, રોજિંદા વપરાશમાં લેવાતા દૂધના પેકેટ પરનો ટેક્સ હટાવી લેવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય ગ્રાહકોને હવે દૂધ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. આ ફેરફાર બાદ, અમૂલ (Amul) , મધર ડેરી (Mother Dairy) અને સુધા જેવી મોટી ડેરી કંપનીઓએ તાત્કાલિક અસરથી ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે.

અમૂલ દૂધના ભાવમાં કેટલો ઘટાડો?

  • અમૂલે તેના UHT (Ultra Heat Treatment Milk) દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે.
  • 1 કિલો UHT મિલ્ક ગોલ્ડનો ભાવ ₹85 થી ઘટીને ₹83 થયો છે.
  • 1 કિલો UHT મિલ્ક તાઝાનો ભાવ ₹77 થી ઘટીને ₹75 થયો છે.

મધર ડેરીએ કેટલો ઘટાડો કર્યો?

  • મધર ડેરીએ પણ UHT દૂધના ભાવમાં સુધારો કર્યો છે.
  • 1 કિલો UHT દૂધ (ટોન, ટેટ્રા પેક) નો ભાવ ₹77 થી ઘટાડીને ₹75 કરવામાં આવ્યો છે.
  • 450 મિલી UHT દૂધ (ડબલ ટોન, પાઉચ) નો ભાવ ₹33 થી ઘટાડીને ₹32 કરવામાં આવ્યો છે.

સુધા દૂધના નવા ભાવ

  • સુધા ડેરીએ પણ ટેટ્રા પેક દૂધની કિંમતોમાં ઘટાડો કર્યો છે.
  • 1000 મિલી ટેટ્રા પેક ટોન્ડ દૂધનો ભાવ ₹74 થી ઘટીને ₹73 થયો છે.
  • 1000 મિલી ટેટ્રા પેક ડીટીએમ દૂધનો ભાવ ₹70 થી ઘટીને ₹68 થયો છે.