Amul Milk Price Cut: નવા વર્ષ 2025માં ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. અમૂલ દ્વારા ગુજરાતમાં દૂધની ત્રણ પ્રોડ્ક્ટ્સના લિટરના ભાવમાં 1 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવો ભાવ ઘટાડો આજથી એટલે કે 24 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે.
નવા ભાવ ઘટાડા અંગે જાણવા મળતી વિગતો અનુસાર, અમૂલ ટી સ્પેશિયલના એક લિટરનો ભાવ અગાઉ 62 રૂપિયા હતો. જેમાં ઘટાડો કરીને નવો ભાવ 61 રૂપિયા કરવામાં આવ્યો છે. તેમજ અમૂલ ગોલ્ડ કે જેના એક લિટરના પાઉચનો ભાવ 66 રૂપિયા હતો તેમાં એક રૂપિયાનો ઘટાડો કરાયો છે. નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડના 1 લિટરના પાઉચના ભાવ 65 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમૂલ તાજાના એક લિટરનો અગાઉનો ભાવ 54 રૂપિયા હતો જેમાં ઘટાડો કરીને 53 રૂપિયા કરવામાં આવ્યો છે.
