Midwest IPO GMP: ગ્રેનાઈટ માઈનિંગ કંપની મિડવેસ્ટનો IPO ખુલ્યો, GMP ₹145 સુધી પહોંચ્યો; જાણો ડિટેલ્સ

Midwest IPO Grey Market Premium (GMP): આ આર્ટિકલમાં જાણો મિડવેસ્ટ IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 15 Oct 2025 09:15 AM (IST)Updated: Wed 15 Oct 2025 09:15 AM (IST)
midwest-ipo-opens-today-latest-grey-market-premium-gmp-subscription-status-review-share-price-lot-size-and-other-details-620905

Midwest IPO Grey Market Premium (GMP): તેલંગાણાની અગ્રણી ખાણકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની મિડવેસ્ટનો IPO આજે, 15 ઓક્ટોબરથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. ₹451 કરોડના આ જાહેર ઈશ્યૂમાં રોકાણકારો 17 ઓક્ટોબર સુધી બોલી લગાવી શકે છે. આ પબ્લિક ઈશ્યૂમાં ₹250 કરોડનો નવો ઈશ્યૂ અને ₹201 કરોડનો ઓફર-ફોર-સેલ (OFS) નો સમાવેશ છે. આ આર્ટિકલમાં જાણો મિડવેસ્ટ IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

Midwest IPO: પ્રાઇસ બેન્ડ

Midwest IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 1014-1065 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 14 શેર છે. રિટેલ રોકાણકારો માટે ન્યૂનતમ રોકાણની રકમ 14,910 રૂપિયા છે.

Midwest IPO: લેટેસ્ટ GMP

investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, મિડવેસ્ટનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 1014 થી રૂ. 1065 સુધીના 13.62%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 1210 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.

Midwest IPO: મહત્વપૂર્ણ તારીખો

Midwest IPO સબ્સ્ક્રિપ્શન માટે આજે 15 ઓક્ટોબરના રોજ ઓપન થયો છે. જેને 17 ઓક્ટોબર, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 20 ઓક્ટોબરના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 24 ઓક્ટોબરના રોજ થશે.

Midwest IPO: મિડવેસ્ટ કંપની વિશે

મિડવેસ્ટને મજબૂત પ્રમોટર ગ્રૂપનું સમર્થન છે, જેમાં કોલારેડ્ડી રામા રાઘવ રેડ્ડી, કોલારેડ્ડી રામચંદ્ર, કુક્રેતી સૌમ્યા અને ઉમા પ્રિયદર્શિની કોલારેડ્ડીનો સમાવેશ થાય છે. IPO પહેલાં આ પ્રમોટર્સ પાસે કંપનીના 84.58% હિસ્સેદારી (લગભગ 28.5 મિલિયન શેર) હતી. આ IPOમાં બે પ્રમોટર્સ - કોલારેડ્ડી રામા રાઘવ રેડ્ડી અને ગુંટકા રવિન્દ્ર રેડ્ડી - OFS દ્વારા તેમના હિસ્સાનો એક ભાગ વેચી રહ્યા છે.

નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.