WhatsApp Business પર મેસેજ મોકલવાના ચૂકવવા પડશે પૈસા, જાણો સામાન્ય યુઝર્સ અને વેપારીઓ પર શું પડશે અસર

અત્યાર સુધી, વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા વેપારીઓ કે સંસ્થાઓ ગ્રાહકના સંદેશનો જવાબ મેળવ્યા બાદ 24 કલાકની અંદર મફતમાં ઓર્ડર અપડેટ્સ અને જવાબો મોકલી શકતા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 30 Sep 2026 02:16 PM (IST)Updated: Wed, 30 Sep 2026 02:16 PM (IST)
meta-whatsapp-business-platform-price-hike-october-1-2026-india
વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ ચાર્જ

WhatsApp Business Platform Charges: તકનીકી ક્ષેત્રની અગ્રણી કંપની મેટા (Meta) ભારતમાં તેના 'વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ' (WhatsApp Business Platform) માટેના વ્યાપારી માળખામાં આગામી 1 ઓક્ટોબર, 2026થી મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમો લાગુ થયા બાદ વ્યવસાયોએ ગ્રાહકોને મોકલવામાં આવતા વિવિધ પ્રકારના નોટિફિકેશન, ઓર્ડર કન્ફર્મેશન અને ડિલિવરી અપડેટ્સ માટે વધારાની ચૂકવણી કરવી પડશે. અગાઉ 24 કલાકની મફત વિન્ડો હેઠળ મળતી સેવાઓ હવે ચૂકવણી આધારિત બનશે.

1 ઓક્ટોબરથી શું બદલાઈ રહ્યું છે?

અત્યાર સુધી, વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા વેપારીઓ કે સંસ્થાઓ ગ્રાહકના સંદેશનો જવાબ મેળવ્યા બાદ 24 કલાકની અંદર મફતમાં ઓર્ડર અપડેટ્સ અને જવાબો મોકલી શકતા હતા. પરંતુ 1 ઓક્ટોબરથી, મેટા આ 24-કલાકના સમયગાળા દરમિયાન પણ મોકલવામાં આવતા 'યુટિલિટી મેસેજ' માટે શુલ્ક વસૂલવાનું શરૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, આ ફેરફાર માત્ર મોટા પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ આધારિત WhatsApp Business Platform ને જ લાગુ પડશે. સાધારણ ઉપયોગ માટેની સામાન્ય WhatsApp App અથવા નાના વેપારીઓ માટેની WhatsApp Business App વાપરતા ગ્રાહકો પર આનો કોઈ વધારાનો બોજ પડશે નહીં.

મેસેજના પ્રકાર અને દરનું નવું માળખું (GST વગર અને સાહિત):

મેટા દ્વારા ભારતીય બજાર માટે મેસેજિંગના દર નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે:

  • યુટિલિટી મેસેજ (ઓર્ડર કન્ફર્મેશન/ડિલિવરી અપડેટ્સ): ₹0.115 પ્રતિ મેસેજ (18% GST સાથે આશરે ₹0.136).
  • માર્કેટિંગ મેસેજ (પ્રમોશનલ ઓફર્સ અને સેલ): ₹0.8631 પ્રતિ મેસેજ.
  • ઓથેન્ટિકેશન મેસેજ (OTP): ₹0.115 પ્રતિ મેસેજ (GST સિવાય).

જો કોઈ વ્યવસાય દર મહિને 1,000 ઓર્ડર કન્ફર્મેશન નોટિફિકેશન મોકલે છે, તો તેમણે GST સાથે આશરે ₹135.70 નો ખર્ચ ચૂકવવો પડશે.

શું મફત રહેશે?

વેપારીઓને રાહત આપવા માટે મેટા દ્વારા કેટલીક મફત સુવિધાઓ પણ યથાવત રાખવામાં આવી છે:

  • 1) 1,000 મફત સર્વિસ રિપ્લાય: દરેક બિઝનેસ ફોન નંબર દીઠ દર મહિને પ્રથમ 1,000 'સર્વિસ મેસેજ' મફત રહેશે. 1,000 ની મર્યાદા પૂર્ણ થયા બાદ બાકીના જવાબો માટે ₹0.115 પ્રતિ મેસેજ ચાર્જ લાગશે. (દા.ત., 1,500 મેસેજ પર વધારાના 500 મેસેજનો ચાર્જ GST સાથે ₹67.85 થશે).
  • 2) 72-કલાકની જાહેરાત વિન્ડો: Facebook કે Instagram પર 'Click-to-WhatsApp' જાહેરાતો દ્વારા કનેક્ટ થતા ગ્રાહકો માટે 3 દિવસ (72 કલાક) સુધીનો મેસેજિંગ સમયગાળો સંપૂર્ણપણે મફત રહેશે.
  • 3) સામાન્ય ગ્રાહકો માટે સુવિધા: સામાન્ય નાગરિકો કે ગ્રાહકો માટે વોટ્સએપ પર મેસેજ મોકલવો કે કંપનીઓ પાસેથી મેસેજ મેળવવો સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.

આ નવા નિયમોથી ડિજિટલ માર્કેટિંગ અને ઇ-કોમર્સ ક્ષેત્રે ઓપરેશનલ કોસ્ટમાં વધારો થવાની શક્યતા છે.